લંડનઃ સાઉથવેસ્ટ લંડનની 9 વર્ષની લિલી જાનમોહમ્મદે 5,000 મીટરની દોડ ફક્ત 19 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરી કરી રોમાંચ જગાવ્યો છે. તે નિયમિત રીતે બેટરસી પાર્કમાં દોડ લગાવતી ઉભરતી એથલેટ છે. તેને પોતાને પણ પોતાના આ રેકોર્ડથી આશ્ચર્ય થયું હતું. જોકે તેના વયજૂથમાં આ રેકોર્ડ સ્થપાયો છે કે કેમ તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. તેને આશા છે કે ટૂંકસમયમાં પાર્કરન રેકોર્ડ તેના નામે નોંધાશે. સ્ટેનમોરની લિલી કહે છે કે હું રેકોર્ડ તોડવા માટે વિચારી રહી નહોતી. હું ફક્ત સારી રેસ દોડવા માગતી હતી અને જુઓ મેં તે કરી બતાવ્યું છે. હું આ દોડ 20 મિનિટમાં પૂરી કરવા માગતી હતી.


