AI યુવા લોકો માટે જોબ માર્કેટને ઘટાડી રહેલ છેઃ રિશિ સુનાક

નેશનલ ઈન્સ્યુરન્સને નાબૂદ કરી કોર્પોરેટ નફા પર ટેક્સ લાદવાનું સૂચન

Wednesday 29th April 2026 07:15 EDT
 
 

લંડનઃ પૂર્વ વડા પ્રધાન રિશિ સુનાકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) યુવા લોકો માટે જોબ માર્કેટને ઘટાડી રહેલ છે અને સરકારોએ કામદારોને વધુ પ્રમાણમાં કામે રાખવાનું આકર્ષવા નેશનલ ઈન્સ્યુરન્સને નાબૂદ કરવું જોઈએ.

AI ફર્મ એન્થ્રોપિક અને માઈક્રોસોફ્ટના એડવાઈઝર સુનાકે બીબીસી ન્યૂઝનાઈટ સમક્ષ જણાવ્યું હતું કે તેઓ AIની પરિવર્તનકારી અસર બાબતે ઉત્સાહી છે પરંતુ, એન્ટ્રી લેવલની નોકરીઓ તલાશતા ગ્રેજ્યુએટ્સની ચિંતા પણ વાજબી છે યુવા લોકો માટે કાયદા, એકાઉન્ટન્સી અને ક્રીએટિવ ઈન્ડસ્ટ્રીઝ જેવા સર્વિસ સેક્ટરમાં નોકરીઓ મેળવવાનું મુશ્કેલ બન્યું છે. કંપનીઓના વડાઓ ખાનગીમાં તેમને જણાવે છે કે ટેકનોલોજીના કારણે યુવા લોકોની ભરતી ઘટી રહી છે. ચિંતા કરવા અને ભવિષ્ય વિશે વિચારવાના કારણો છે.

સુનાકે સમયાંતરે નેશનલ ઈન્સ્યુરન્સ નાબૂદ કરી તેના સ્થાને કોર્પોરેટ પ્રોફિટ્સ પર ટેક્સ લાગુ કરવા થકી ટેક્સ સિસ્ટમને પુનઃસંતુલિત કરવાનું સૂચન કર્યું હતું. આના પરિણામે, AIને લાગુ કરવા સાથે ઉત્પાદન અને કાર્યક્ષમતાઓમાં તેજી લાવી શકાશે.

કન્ઝર્વેટિવ સાંસદે એમ પણ જણાવ્યું હતું કે તાજેતરના AI સમિટમાં તેમણે યુકેના ટેક સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ્સ વધારવા લેબર ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડેવિડ લેમી સાથે હાથ મિલાવ્યા હતા. આ સેક્ટરમાં મલ્ટિ-બિલિયન પાઉન્ડ ઈન્વેસ્ટમેન્ટનું મોજું ઉભરી રહ્યું છે. બ્રિટનમાં ડીપમાઈન્ડ, એન્થ્રોપિક અને ઓપનઆઈ જેવી કંપનીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ સાથે વિશ્વમાં AI ના સૌથી અગ્રેસર ઉત્પાદકીય ઉપયોગકર્તા બની રહેવાની યુકે પાસે તક છે.

સ્ટાર્મરે મેન્ડલસન સ્કેન્ડલની જવાબદારી લેવી જોઈએઃ સુનાક

પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર અને રિચમોન્ડના સાંસદ રિશિ સુનાકે મેન્ડલસન વિવાદ મુદ્દે સૌપ્રથમ વખત હસ્તક્ષેપ કરતા જણાવ્યું હતું કે સર કેર સ્ટાર્મરે પીટલ મેન્ડલસન વેટિંગ સ્કેન્ડલની જવાબદારી લેવી જોઈએ. સરકાર આ નિરાશાજનક પ્રકરણમાંથી ખોટો બોધપાઢ મેળવે તેનું જોખમ રહેલું છે. યુએસ એમ્બેસેડર તરીકે મેન્ડલસનની નિમણૂક પ્રક્રિયાની નિષ્ફળતા નહિ પરંતુ, રાજકીય વિવેકબુદ્ધિની ગંભીર નાદારી છે. આ નિર્ણયની જવાબદારી પ્રાઈમ મિનિસ્ટરના શિરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter