BBCમાં મોટા પાયે છટણી: 2,000 કર્મચારી નોકરી ગુમાવશે

ડિજિટલ-ફર્સ્ટ વ્યૂહરચના તરફ આગળ વધવાનો કોર્પોરેશનનો નિર્ણય

Tuesday 21st April 2026 12:41 EDT
 

લંડન: બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) એ તેના 15 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટા પુનર્ગઠનની જાહેરાત કરી છે. ડિજિટલ-ફર્સ્ટ વ્યૂહરચના તરફ આગળ વધવાના ભાગરૂપે સંસ્થાએ આશરે 2,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.

વધતા ખર્ચ અને લાયસન્સ ફીની આવકમાં સ્થિરતાને કારણે BBC પર આર્થિક દબાણ વધી રહ્યું છે. સંસ્થાનો ઉદ્દેશ્ય વાર્ષિક કરોડો પાઉન્ડની બચત કરવાનો છે. પરંપરાગત ટીવી અને રેડિયો પ્રસારણને બદલે હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઓનલાઇન ન્યૂઝ અને આઇપ્લેયર જેવી વ્યવસ્થાઓને વધુ મહત્વ અપાશે.

આ નિર્ણયની અસર માત્ર બ્રિટન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેની વિવિધ વૈશ્વિક સેવાઓ  પર પણ પડી શકે છે. અગાઉ પણ અનેક વિદેશી ભાષાઓની સેવાઓમાં કાપ મૂકવામાં આવ્યો હતો. છટણીના આ નિર્ણયને પગલે કર્મચારી સંગઠનો અને પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુનિયનોએ ચેતવણી આપી છે કે આનાથી સમાચારની ગુણવત્તા અને કાર્યક્ષમતા પર ગંભીર અસર પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter