DVLAના ૧.૪ મિલિયન પોસ્ટલ બેકલોગનું પ્રોસેસિંગ ખોરંભે પડ્યું

Wednesday 21st July 2021 05:53 EDT
 

લંડનઃ ડ્રાઈવર એન્ડ વ્હીકલ લાઈસન્સિંગ ઓથોરિટી (DVLA) દ્વારા ૧.૪ મિલિયન પોસ્ટલ આઈટમ્સનાં બેકલોગનું પ્રોસેસિંગ ખોરંભે પડ્યું હોવાથી વૃદ્ધો, તબીબી સમસ્યાઓ ધરાવનારા અને શીખાઉ ડ્રાઈવર્સ જરુરી ડોક્યુમેન્ટ્સ વિના મુશ્કેલીમાં મૂકાયા છે. તાજેતરના સપ્તાહોમાં સ્ટાફ સંબંધિત કોવિડ નિયંત્રણોના કારણે પણ લેટર્સની સંક્યા લગભગ બમણી થઈ ગઈ હતી. મહામારી અગાઉ આશરે ૪૦૦,૦૦૦ આઈટમ્સનો બેકલોગ હતો.

મહામારી સમયે ડ્રાઈવર્સને રદ થતાં લાયસન્સીઝ આપમેલે લંબાવી અપાયા હતા તેમજ ઓછાં સ્ટાફ સાથેની DVLA ઓફીસીસમાં કાર્યબોજ ઘટાડવા લોગબૂકમાં ફેરફારો માટે નવી વેબસાઈટ સેવા ચાલુ કરાઈ હતી. આમ છતાં, ૧લી સપ્ટેમ્બર સુધીમાં પ્રોસેસિંગ કરવા માટે ૧૨૭,૮૭૦ પેપર લાઈન્સીસનો બેકલોગ ઉભો થયો હતો. બીજી તરફ, કેટલીક સંવેદનશીલ માહિતી રુબરુમાં જ તપાસવાની રહેવાથી મેડિકલ ફોર્મ્સ સહિત કેટલીક અરજીઓ પ્રોસેસિંગ કરવાની બાકી રહી છે.

૧૮ જાન્યુઆરી સુધીના ગાળામાં ૬૬,૨૨૮ લાઈસન્સનો ઢગલો થયો હતો. જૂન મહિનામાં ખોલ્યા વિનાની ૮૦૦,૦૦૦ પોસ્ટલ આઈટમ્સ હતી. આ પછી, સ્ટાફની સંખ્યા ઘટવાથી બેકલોગ વધતો ગયો છે. DVLA વેબસાઈટ મુજબ લગભગ બે મહિના અગાઉ ૧૮ મેએ નામ અને સરનામામાં સુધારાઓ માટે મોકલાયેલી અરજીઓ સંદર્ભમાં મોટરચાલકોને તેમના ડોક્યુમેન્ટ્સ પાછા મેળવવા બે મહિના હજુ રાહ જોવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter