લંડનઃ એક્ઝામ નિયામક Ofqual દ્વારા કન્સલ્ટેશન પ્રસ્તાવમાં સ્પષ્ટ કરાયું છે કે GCSE અને A-Level વિદ્યાર્થી આ વર્ષે તેમના પરીક્ષા ગ્રેડ સામે અપીલ કરી શકશે નહિ. જોકે, શાળાઓ અને કોલેજો પ્રક્રિયા કે પદ્ધતિના ધોરણે અપીલો કરી શકશે. કોરોના વાઈરસ મહામારીના કારણે પરીક્ષાઓ રદ કરી હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ગ્રેડિંગ કરાશે છે. Ofqual દ્વારા જણાવાયું છે કે જે વિદ્યાર્થીને લાગતું હોય કે તેમનું ગ્રેડિંગ વાજબી નથી તેમને ઓટમમાં પરીક્ષામાં બેસવાની છૂટ છે. આ પ્રસ્તાવ ૨૯ એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. આ વર્ષે કોરોનાના લીધે પરીક્ષા રદ કરાઈ હોવાથી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ગ્રેડ અપાશે ત્યારે આ સમરમાં પરીક્ષા આપવાની હતી તેવા GCSE અને A-Level ના વિદ્યાર્થીઓ તેમના ગ્રેડ સામે અપીલ કરી શકશે નહિ.