HKS Retailનું પ્રાક્સ ગ્રૂપને વેચાણ

Wednesday 21st November 2018 01:37 EST
 
(ડાબેથી) કૃષ્ણ કે. ઠકરાર, શૈલેષ વી. ઠકરાર, કમલેશ વી. ઠકરાર, હસમુખ વી. ઠકરાર અને શાન એસ. ઠકરાર
 

લંડનઃ બ્રિટનના એશિયન માલિકીના અગ્રણી બિઝનેસ, લેસ્ટરસ્થિત HKS Retail નું આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ રીટેઈલર અને એનર્જી કંપની પ્રાક્સ ગ્રૂપને વેચાણ કરવામાં આવ્યું છે. જોકે, વેચાણકિંમત જાહેર કરાઈ નથી. હસમુખ, કમલેશ અને શૈલેષ ઠકરાર દ્વારા ૧૯૮૪માં સ્થાપિત HKS યુકેમાં આશરે ૭૦ પેટ્રોલ સ્ટેશન ધરાવે છે અને સમગ્ર દેશમાં થઈ ૬૦૦થી વધુ કર્મચારી નોકરી કરે છે. કંપનીનું કાર્ય ફીલિંગ સ્ટેશન સાથે કોલવિલેમાં શરુ કરાયું હતું. આ વર્ષના આરંભે સન્ડે ટાઈમ્સ ગ્રાન્ટ થોર્નટન ટોપ ટ્રેક ૨૫૦ લીગ યાદીમાં તેનો સમાવેશ થયો હતો. ઠકરાર પરિવાર બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન સહિત અને ચેરિટી સંસ્થાઓ સાથે સંકળાયેલો છે.

૨૦૧૮ ટોપ ૫૦ ઈન્ડીસમાં સ્થાન મેળવનારી લેસ્ટરસ્થિત HKS Retail ૬૮ સાઈટ્સ ધરાવવા સાથે ૨૫૦ મિલિયન પાઉન્ડના ટર્નઓવરનો દાવો કરે છે. પ્રાક્સ ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘પ્રાક્સ દ્વારા અગ્રણી રીટેઈલ પેટ્રોલ સ્ટેશન બિઝનેસ HKS Retail ના સંપાદનને સમર્થન આપવામાં આવે છે. આ સંપાદનમાં ગ્રૂપના ગતિશીલ રોકાણ, વૃદ્ધિ અને વિકાસના નવા તબક્કામાં પહોંચવાના વ્યૂહાત્મક ધ્યેયનું પ્રતિબિંબ છે.’

પ્રાક્સ ગ્રૂપ પેટ્રોલ ટ્રેડિંગ, સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન અને રીટેઈલ બિઝનેસમાં સંકળાયેલું છે. ગત વર્ષના અંતે પ્રાક્સ ગ્રૂપ દ્વારા ૨૦૧૭ ટોપ ૫૦ ઈન્ડિસમાં ૩૫મા ક્રમ અને નવ સાઈટ્સ ધરાવતા રીટેઈલ ફ્યૂલ બિઝનેસનું સંપાદન કરવામાં આવ્યું હતું. પ્રાક્સ ગ્રૂપના સહસ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજીવ કુમારે તે સમયે ‘ફોરકોર્ટ ટ્રેડર’ને જણાવ્યું હતું કે, ‘યુકે ફોરકોર્ટ સેક્ટરના સૌથી વધુ સફળ ઓપરેટર્સમાં એક બનવા માટે સાથે મળીને કાર્ય કરવા ઉત્સુક છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter