HS2 રેલવેમાં સાત વર્ષના વિલંબ સાથે £૨૨ બિલિયન ખર્ચ વધશે

Wednesday 11th September 2019 03:30 EDT
 
 

લંડનઃ ધોળા હાથી પ્રોજેક્ટ તરીકે ઓળખાવાયેલી હાઈસ્પીડ-ટુ (HS2) રેલવે યોજનામાં સાત વર્ષનો વલંબ થશે અને અગાઉના બજેટ કરતાં ૨૨ બિલિયન પાઉન્ડ જેટલો ખર્ચ વધી જશે તેમ આ રેલવેનું નિર્માણ કરતી કંપનીએ જણાવ્યું છે.

HS2 લિમિટેડના ચેરમેન એલાન કૂકના રિપોર્ટમાં જણાવાયું છે કે મૂળ યોજનાઓમાં ભારે ગીચતાવાળા વિસ્તારોમાં થઈને હાઈ સ્પીડ લાઈન નાંખવાની તેમજ જમીનની પડકારજનક સ્થિતિઓને પૂરતી ગણતરીમાં લેવાઈ નથી. હાઈ સ્પીડ રેલવે તબક્કાઓમાં શરુ કરાવાની છે, જેમાં ક્રેવથી માન્ચેસ્ટર અને બર્મિંગહામથી લીડ્ઝના આખરી સેક્શન ૨૦૩૩ સુધીમાં પૂર્ણ કરવાના હતાં. જોકે, હવે આ યોજના મોડામાં મોડાં ૨૦૪૦ સુધીમાં પૂર્ણ કરી શકાય તેમ કૂકે જણાવ્યું છે. કૂકે ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટનું બજેટ અવાસ્તવિક પૂરવાર થયું છે અને આ સાથે તેના ફાયદા પણ બરાબર જણાવાયા નથી.

હાઈસ્પીડ-ટુ (HS2) રેલવેનું અગાઉનું બજેટ ૨૦૧૫ની કિંમતોએ ૫૫.૭ બિલિયન પાઉન્ડ હતું જે આ જ કિંમતોએ વધીને ૭૮ બિલિયન પાઉન્ડ જેટલું થઈ શકે છે. પ્રથમ તબક્કાની પ્રારંભિક સેવા ૨૦૨૬ સુધીમાં નહિ પરંતુ, ૨૦૨૮થી ૨૦૩૧ સુધીમાં અને માન્ચેસ્ટર તથા લીડ્ઝ સુધીનો બીજો તબક્કો ૨૦૨૫થી ૨૦૪૦ની વચ્ચે શરૂ થઈ શકે તેમ કંપનીના ચેરમેનનો રિપોર્ટ કહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter