ICJમાં કુલભૂષણ જાધવનો કેસ મૂકનારા વકીલ હરિશ સાલ્વેએ ૬૫ વર્ષની વયે બીજી વખત લગ્ન કર્યાં

Monday 02nd November 2020 08:27 EST
 
 

લંડન: ભારતના પૂર્વ સોલિસિટર જનરલ હરિશ સાલ્વેએ ૬૫ વર્ષની વયે તાજેતરમાં ખ્રિસ્તી વિધિ પ્રમાણે બ્રિટિશ આર્ટિસ્ટ સાથે લંડનમાં લગ્ન કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને પૂર્વ સોલિસિટર જનરલ હરિશ સાલ્વે બ્રિટિશ આર્ટિસ્ટ કેરોલિન સાથે એક આર્ટ એક્ઝિબિશનમાં પ્રથમ વખત મળ્યા હતા. હરિશ સાલ્વેના પ્રથમ લગ્ન મીનાક્ષી સાલ્વે સાથે થયાં હતાં. ૩૮ વર્ષ પછી બંને અલગ થયાં હતાં. હરિશને સાક્ષી અને સાનિયા નામની બે દીકરીઓ છે.
સાલ્વે એક આર્ટ એક્ઝિબિશન દરમિયાન કેરોલિનના સંપર્કમાં આવ્યા હતા. કોરોલિન ૫૬ વર્ષની છે અને બ્રિટનની જાણીતી કલાકાર છે. તેને પણ સંતાનમાં એક દીકરી છે. હરિશ-કેરોલિનના લગ્નમાં બંનેની દીકરીઓ હાજર હતી. સાલ્વે અત્યારે લંડનમાં વસવાસ કરે છે.
મહારાષ્ટ્રમાં જન્મેલા હરિશ સાલ્વે ૧૯૯૯થી ૨૦૦૨ દરમિયાન સોલિસિટર જનરલ રહ્યા હતા. તેમણે કુલભૂષણ જાધવનો કેસ ભારત વતી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં રજૂ કર્યો હતો અને અસરકારક રીતે ભારતનો પક્ષ મૂક્યો હતો. તેના કારણે આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને નવેસરથી કોર્ટની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter