લંડન: પ્રોપર્ટી ફાઇનાન્સ ક્ષેત્રની અગ્રણી કંપની MFSના પતન બાદ હવે તેના માલિક પરેશ રાજા વિરુદ્ધ કાયદેસરનો સકંજો કસાયો છે. લંડનની હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એડમિનિસ્ટ્રેટર્સે રાજા પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જે વ્યક્તિને આ મલ્ટી-મિલિયન પાઉન્ડ બિઝનેસ ચલાવવાની જવાબદારી સોંપાઈ હતી, તેણે જ વ્યવસ્થિત રીતે કંપનીની મિલકતોની લૂંટ ચલાવી છે.
રાજા પર આરોપ છે કે તેમણે કરોડો પાઉન્ડ પોતાના અંગત બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. ધિરાણકર્તાઓને છેતરવા માટે ખોટા રિપોર્ટ્સ મોકલવામાં આવ્યા હતા. કંપનીના પતન પહેલાં મહત્વના દસ્તાવેજોનો નાશ કરવા કર્મચારીઓને આદેશ આપ્યો હતો. એક જ મિલકત પર અનેક ધિરાણકર્તાઓ પાસેથી લોન લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
દાવામાં એવો પણ ઉલ્લેખ છે કે રાજાએ કંપનીના ભંડોળનો ઉપયોગ જાણે પોતાની અંગત મિલકત હોય તેમ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આ નાણાંથી તેમણે આલીશાન જીવનશૈલી ભોગવી હતી.


