MOVE ગાઈડ્સ અને ટીમ રિલોકેશન્સ ગ્રૂપનું વ્યૂહાત્મક જોડાણ

Wednesday 13th December 2017 06:46 EST
 
 

લંડનઃ કંપનીના કર્મચારીઓને વિશ્વના કોઈપણ ખૂણે પહોંચાડવામાં HR ટીમ્સને મદદરૂપ થતા અને આ ટેક્નોલોજીના પ્રણેતા ગણાતા 'MOVE ગાઈડ્સ' એ ગ્લોબલ રિલોકેશન કંપની 'ટીમ રિલોકેશન્સ ગ્રૂપ' સાથે નવા મહત્ત્વના જોડાણની જાહેરાત કરી હતી. આ જોડાણમાં MOVE ગાઈડ્સના નવા ટેક્નોલોજી પ્લેટફોર્મનું ટીમ રિલોકેશન્સ ગ્રૂપ' ના ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડવાની બાબતનો સમન્વય થયો છે.

ટીમ રિલોકેશન્સ ગ્રૂપ એક્સેસ લિમિટેડ, પીકફોર્ડ્સ, ડેસ્ટિનેશન સર્વિસ પ્રોવાઈડર્સ QMM અને એંગ્લો પેસિફિક સહિત શિપિંગ બ્રાન્ડની માલિકી ધરાવે છે. રિલોકેશન ઈન્ડસ્ટ્રીમાં ૩૦થી વધુ વર્ષની અનુભવી આ કંપનીઓનું હેડક્વાર્ટર યુકેમાં છે અને તેની ઓફિસો વિશ્વભરમાં આવેલી છે. ૧૩ દેશમાં ૩૪ ઓપરેટિંગ લોકેશન સહિત દુનિયામાં ગ્રૂપના ૧,૪૦૦ કર્મચારીઓ કાર્યરત છે.

ટીમ રિલોકેશન્સ ગ્રૂપના ગ્રૂપ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મહેતાએ જણાવ્યું હતું‘કાર્ય પ્રત્યે આપણી જેમજ સમર્પિત અને ધગશ ધરાવતા પાર્ટનર સાથે કામ કરવાનું ખૂબ મહત્ત્વનું હોય છે તેમ હું માનું છું. MOVE ગાઈડ્સ પણ અમારી જેમ કર્મચારીઓ અને તેમના પરિવારોના સ્થળાંતર માટે જરૂરી સેવા પૂરી પાડવાનું મુખ્ય કામ કરે છે. તેમણે વિક્સાવેલી ટેક્નોલોજી અમારી ઈન્ડસ્ટ્રીમાં નવીનતા લાવી રહી છે અને સ્થળાંતર થતા કર્મચારીઓ અને તેમની કંપનીઓને ઘણાં લાભ પહોંચાડી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter