NHS 111 કેવી રીતે કામગીરી કરે છે તેના વિશે NHS 111કોલ હેન્ડલર એહરની એથેસન સમજ આપે છે.
NHS 111 શું છે ?
NHS 111 માત્ર હેલ્પલાઈન જ નથી તે હેલ્પલાઈન કરતાં પણ વધુ છે. તાકીદે તબીબી સહાય વિશે આપ ચિંતિત હો તો આપ ૧૧૧ પર ફોન કરીને સંપૂર્ણ તાલીમ પામેલા સલાહકારો સાથે વાતચીત કરી શકો છો. આપ તેમનો સંપર્ક દિવસના ૨૪ કલાક, અઠવાડિયાના તમામ ૭ દિવસ કરી શકો છો. તેઓ આપની વાત સીધી જ હેલ્થકેર પ્રોફેશનલ્સ સાથે કરાવી શકે છે.
આપનો કોલ રિસિવ થાય ત્યારે શું થાય છે ?
અમે કોલ કરનાર અથવા કોઈકની વતી ફોન કરનારની તબિયતની હાલત કેવી છે તે જાણવા માટે સંખ્યાબંધ પ્રશ્રો પૂછીએ છીએ. યોગ્ય હેલ્થકેર પ્રોફેશનલ અથવા સર્વિસ તેમને આપી શકાય તેની તકેદારી માટે આ પ્રશ્રો પૂછવામાં આવે છે.
આપને કઈ તબીબી સહાય મળે છે ?
અમે કોલ રિસીવ કરીએ ત્યારે ઘણાં હેલ્થકેર પ્રોફેશનલ્સ હાજર હોય છે. તેથી મને કોઈ બાબત ચિંતાજનક લાગે તો હું તરત જ હેલ્થકેર પ્રોફેશનલને આવવા અને કોલ દ્વારા મદદરૂપ થવા માટે જણાવી શકું છું.
કોલ હેન્ડલરની શું કામગીરી હોય છે?
કોલ રિસીવ કરવા અને કોલ કરનારને યોગ્ય તથા શ્રેષ્ઠ પગલાં લેવાની સલાહ આપવા ઉપરાંત અમે રૂબરૂ એપોઈન્ટમેન્ટની વ્યવસ્થા કરીએ છીએ અને આપને એમ્બ્યુલન્સની જરૂર છે તેવું જણાય તો અમે સીધી જ એમ્બ્યુલન્સ આપને ત્યાં મોકલી આપીએ છીએ.
NHS 111 કોન્ફિડેન્શિયલ ઈન્ટરપ્રીટર સર્વિસ માટે આપ મને જણાવી શકશો ?
કેટલીક વખત કોલ કરનાર અંગ્રેજી ભાષા સ્પષ્ટ બોલી ન શકતી હોય તો જે તે વ્યક્તિની શારીરિક તકલીફેને સંપૂર્ણ રીતે સમજવાનું અને તેના મૂળ સુધી પહોંચવાનું કોલ હેન્ડલર માટે મુશ્કેલ બની જાય છે. કોલર જે બોલતા હોય તેનું યોગ્ય અર્થઘટન કરવા માટે અમે લેંગ્વેજ લાઈનનો ઉપયોગ કરીએ છીએ તેથી તે થ્રી-વે કોલ થાય છે. ઈનન્ટરપ્રિટર સર્વિસ ઘણી ભાષામાં ઉપલબ્ધ છે. NHS 111 સલાહકાર ફોન રિસીવ કરે ત્યારે કોલર જે ભાષાનો ઉપયોગ કરવા માગતા હોય તેનો તેમણે ઉલ્લેખ કરવાનો રહે છે.
વધુ માહિતી માટે વેબસાઈટ nhs.uk/111જુઓ(૩૩૧)


