NHS ની વેબસાઈટ ફરી ક્રેશઃ બૂસ્ટર ડોઝ લેવા ભારે ધસારો

Wednesday 15th December 2021 05:42 EST
 

લંડનઃ યુકેમાં કોવિડના ઓમિક્રોન વેરિએન્ટ સંક્રમણ જોરદાર રીતે વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા નજીક આવી ગયેલા ક્રિસમસના તહેવારમાં આઈસોલેશન અથવા હોસ્પિટલાઈઝેશન જેવી કોઈ મુશ્કેલીમાં મૂકાવું ન પડે તે માટે લાખો બ્રિટિશરોએ કોવિડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ મેળવવા ધસારો કર્યો છે. વડા પ્રધાન જ્હોન્સને ૧૩ ડિસેમ્બર, સોમવારથી યુકેના તમામ વયસ્કોને બૂસ્ટર ડોઝ આપવા કરેલી જાહેરાત પછી સમગ્ર યુકેમાં ફાર્મસીઝ, હોસ્પિટલ્સ અને કામચલાઉ ઉભાં કરાયેલાં વેક્સિનેશન સેન્ટર્સની બહાર હજારો લોકોએ લાઈનો લગાવી હતી.

બૂસ્ટર ડોઝ પ્રોગ્રામની જાહેરાતના પગલેNHS ની વેબસાઈટ પર વેક્સિન લેવાનું બૂકિંગ કરાવવા ધસારો કરાયાથી વેબસાઈટ ક્રેશ થઈ કામ કરતી બંધ થઈ હતી. વેબસાઈટ હાલ ટેક્નિકલ મુશ્કેલી અનુભવી રહી છે અને તેને હલ કરવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter