લંડનઃ યુકેની મેડિકલ કચરાના નિકાલ માટેની છ સાઈટ પર માનવ અંગો સહિત સેંકડો ટન કચરાનો જથ્થો જમા થયા પછી ક્રિમિનલ તપાસ હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટલોમાંથી આવેલા કચરાનો નિકાલ કોન્ટ્રાક્ટર હેલ્થકેર એન્વાયર્નમેન્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા સમયસર ન થયો હોવાનું તાજેતરમાં જણાયું હતું. કંપનીએ યુકેમાં પાંચ સ્થળે તેને અપાયેલી પરમીટનો ભંગ કર્યો હતો.
જે બે સાઈટ માટે એન્ફોર્સમેન્ટ નોટિસ અપાઈ છે ત્યાં સ્કોટલેન્ડની આ એજન્સી કામગીરી સંભાળે છે. તેની હેડ ઓફિસ નોર્થ લેનાર્કશાયરના શોટ્ટસમાં છે.
જોકે, કચરાના ખડકલાને લીધે પ્રજાને કોઈ જોખમ ન હોવાનું યુકે સરકારના ડિપાર્ટંમેન્ટ ઓફ હેલ્થ દ્વારા જણાવાયું હતું.
કોન્ટ્રાક્ટર ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં આવેલી સંખ્યાબંધ હોસ્પિટલોમાંથી મેડિકલ વેસ્ટ ખસેડે છે. જોકે, તે તમામ હોસ્પિટલોમાંથી કચરાનો નિકાલ કરતી નથી.
આ કચરો ઈંગ્લેન્ડમાં પાંચ અને સ્કોટલેન્ડમાં એક સ્થળે સુરક્ષિત રીતે રેફ્રિજરેટેડ કન્ટેનરોમાં રાખવામાં આવેલો છે.
હેલ્થ સર્વિસ જર્નલ (HSJ) માં આ સમસ્યાની પ્રથમ વખત અપાયેલી માહિતી મુજબ ડિસ્પોઝલ કંપની હાઈ – ટેમ્પરેચર્સ ઈન્સિનરેટર્સની અછતને જવાબદાર ઠેરવી હતી.
આ મુદ્દે ચર્ચા વિચારણા માટે યુકેના હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકના અધ્યક્ષસ્થાને કોબ્રા મિટીંગ યોજાઈ હતી. તેમણે ૫૦ NHS ટ્રસ્ટે સહાય માટે ૧ મિલિયન પાઉન્ડ ફાળવ્યા હતા.
ઈંગ્લેન્ડની એન્વાયર્નમેન્ટ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓપરેટર સામે વધારાના કચરાના નિકાલ સહિત અમલ માટે કાર્યવાહી તેમજ ફોજદારી તપાસ પણ શરૂ કરાઈ હતી.


