NHSમાં ભૂલોની પરંપરા !!

Wednesday 24th February 2016 06:17 EST
 
 

લંડનઃ NHS ની ‘નેવર ઈવેન્ટ્સ’ એટલે કે કદી ન થનારી ભૂલો-ઘટનાઓની યાદી છતાં ૧,૧૦૦ ઘટનામાં એક વ્યક્તિના વૃષણ (ટેસ્ટિકલ) પર પાણીની સામાન્ય ફોલ્લી કાઢવાના બદલે વૃષણ જ કાઢી નાખવાનો સમાવેશ થાય છે. આ રીતે એપેન્ડિક્સના ઓપરેશનના બદલે સ્ત્રીની ફેલોપિયન ટ્યુબ જ કાઢી નખાઈ હતી. આવી અન્ય ભૂલોમાં ખોટા નિતંબ, પગ, આંખ અને ઘૂટણના ઓપરેશનનો તેમજ ડાયાબિટીક પેશન્ટ્સને ઈન્સ્યુલિન નહિ આપવાનો પણ સમાવેશ થાય છે. ક્યારેક તો દર્દીઓની જ અદલાબદલી થઈ જાય છે એટલે કે સાજા પેશન્ટ પર ઓપરેશન કરી દેવાય છે.

NHS ઈંગ્લેન્ડ દ્વારા પ્રસિદ્ધ ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે એપ્રિલ ૨૦૧૫થી ડિસેમ્બર ૨૦૧૫ના અંત સુધીના ગાળામાં ‘નેવર ઈવેન્ટ્સ’ની ૨૫૪ ઘટના નોંધાઈ હતી. NHS હોસ્પિટલોમાં ૪૦૦થી વધુ લોકો ‘ખોટા સ્થળે ઓપરેશન’ની ભૂલનો શિકાર બન્યા હતા, જ્યારે ૪૨૦થી વધુ લોકોના શરીરમાં ઓપરેશન દરમિયાન ગોઝ, સ્વેબ્સ, ડ્રિલ ગાઈડ્સ, સ્કાલપેલ બ્લેડ્સ અને નીડલ્સ સહિતના બાહ્ય પદાર્થ રહી ગયાં હતા.

વધુ એક કિસ્સામાં સ્ત્રીની ઓવરીના બદલે કિડની કાઢી લેવાઈ હતી, જ્યારે અન્ય પેશન્ટના લિવરના બદલે પેન્ક્રીઆસમાંથી બાયોપ્સી માટે સામગ્રી લેવાઈ હતી. કેટલાંક દર્દીને જઠરમાં ફીડિંગ ટ્યુબ નાખવાના બદલે ફેફસામાં નાખી દેવાઈ હતી. ઘણા દર્દીને ખોટા ઈમ્પ્લાન્ટ અથવા જોઈન્ટ રીપ્લેસમેન્ટ અને શસ્ત્રક્રિયામાં ખોટા પ્રકારનું લોહી પણ ચડાવી દેવાય છે. ડ્રગ્સનો હાઈ ડોઝ આપવાની ઘટના તો સામાન્ય છે. આવી ઘટના કે ભૂલો ગંભીરપણે જીવલેણ બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter