OISCનો સફળ કેસઃ બર્લો એન્ડ સ્પેન્સર લિમિટેડનું કામ બંધ

Wednesday 01st May 2019 03:40 EDT
 
 

લંડનઃ ઓફિસ ઓફ ઈમિગ્રેશન સર્વિસીસ કમિશનર (OISC) દ્વારા બે વર્ષની સઘન તપાસ અને તે પછી ઓલ્ડ બેઈલી કોર્ટમાં કેસના સફળ પરિણામે કાનૂની પેઢી બર્લો એન્ડ સ્પેન્સર લિમિટેડે પોતાનું કામકાજ બંધ કરી દેવું પડ્યું છે તેમજ બે લો ફર્મના કર્મચારીઓ ડેન રોમ્યુલસ ડાન્ડેસ અને બબ્બર અલી જમીલ (DDR Legal Service LLP ના કંપની ઓફિસર્સ) અને મિસ. ઝીઆ બી (બર્લો એન્ડ સ્પેન્સર લિમિટેડના ડાયરેક્ટર)ને દોષિત ઠરાવાયા હતા. અપરાધીઓને સજા આપવાનું ૨૬ સપ્ટેમ્બર સુધી મુલતવી રખાયું છે.

ઈયુમાં નોંધાયેલા વકીલ તરીકેની લાયકાતનો દાવા સાથે ડેન રોમ્યુલસ ડાન્ડેસ દ્વારા યુકેમાં રજિસ્ટર્ડ કંપની DDR Legal Services LLP માટે સુપરવિઝન સ્કીમ સ્થાપી હતી. OISC અથવા યુકેની અન્ય કોઈ માન્ય સંસ્થાના નિયંત્રણોનો ભંગ કરતી આ યોજનામાં યુકેની અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ જોડાઈ હતી. DDR Legal Services LLP દ્વારા સુપરવિઝનનો દાવો કરનારી કંપનીઓમાં એક બર્લો એન્ડ સ્પેન્સર લિમિટેડ વિરુદ્ધ ૯૫ ફરિયાદો મળી હતી. આના પગલે OISC દ્વારા તપાસ પછી સુપરવિઝન માટે લાયકાત હોવાના DDR Legal Services LLPના દાવાને પડકારાયો હતો. લાયકાત ન હોવાથી ઈમિગ્રેશન વિશે અપાતી સલાહ અયોગ્ય અને ગેરકાયદે હોવાનું જણાવાયું હતું.

ઓલ્ડ બેઈલી કોર્ટના ચુકાદાના પગલે બર્લો એન્ડ સ્પેન્સર લિમિટેડનું કામકાજ બંધ કરી દેવાયું છે અને તેના ક્લાયન્ટ્સને ચુકવાયેલી ફી અથવા ડોક્યુમેન્ટ્સ પરત મેળવવા સંદર્ભે ફોર્ટિસ ઈન્સોલ્વન્સી ([email protected])નો સંપર્ક કરવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter