PIO કાર્ડ ધરાવતા હોય અને તેને OCI કાર્ડમાં ટ્રાન્સફર કરાવવા માંગતા હોય તેમના માટેની આખરી તારીખ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૫ છે. PIO કાર્ડને OCI કાર્ડમાં ટ્રાન્સફર કરાવવા માટેનો કોઇ ચાર્જ લેવાતો નથી માત્ર સેવા માટે સર્વિસ ચાર્જ જ ચૂકવવાનો રહે છે.
ઘણાં લોકોને પ્રશ્ન થાય છે કે હવે PIO કાર્ડ અને OCI કાર્ડ જોડાઇ ગયા છે ત્યારે જેમની પાસે PIO કાર્ડ છે તેનું શું થશે? જેમણે PIO કાર્ડ તા. ૯-૧-૨૦૧૫ પહેલા કઢાવેલા હોય તેમને ભારતના તમામ એરપોર્ટ પર અને અન્ય સરકારી વિભાગોમાં OCIકાર્ડ જેવી જ જીવનભરના વિસા અને તેના જેવી તમામ સવલતો મળશે અને તેઅો પોતાના PIO કાર્ડને OCI કાર્ડમાં ટ્રાન્સફર ન કરાવે તો પણ ચાલી શકે છે.