PPI માટે ફરિયાદો કરવાની સમયમર્યાદાનો અંત નજીક છે

Wednesday 03rd July 2019 03:05 EDT
 
 

લંડનઃ ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરનું નિયંત્રણ અને યુકેના ગ્રાહકોનું રક્ષણ કરતા રેગ્યુલેટર ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)એ ઘણો વિલંબ થાય તે પહેલા પેમેન્ટ પ્રોટેક્શન ઈન્સ્યુરન્સ (PPI) સંદર્ભે ફરિયાદ કરવી કે નહિ તેનો વેળાસર નિર્ણય લેવા લોકોને અનુરોધ કર્યો છે. ફરિયાદ કરવા માટે આખરી તારીખ ૨૯ ઓગસ્ટ છે. FCAના તાજા આંકડા અનુસારPPIના વેચાણ સંદર્ભે ફરિયાદ કરનારા ગ્રાહકોને એપ્રિલ ૨૦૧૯ સુધીમાં કુલ ૩૩૪.૩ મિલિયન પાઉન્ડની ચૂકવણી કરાઈ છે. આ સાથે જાન્યુઆરી ૨૦૧૧થી કુલ ૩૫.૩ બિલિયન પાઉન્ડની ચૂકવણી થઈ છે.

એડવાઈઝરી અને ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ‘Elipses’ના સહસ્થાપક અને પ્રિન્સિપાલ અબ્દુલ હસીબ બાસિતે જણાવ્યું હતું કે,‘લોન્સ, મોર્ગેજીસ, ક્રેડિટ કાર્ડ્સ, સ્ટોર કાર્ડ્સ અને કેટેલોગ ક્રેડિટ જેવી ક્રેડિટ પ્રોડક્ટ્સ સાથે PPI પોલિસી વેચાતી હતી. યુકેમાં ૧૯૯૦થી ૨૦૧૦ વચ્ચે લાખો PPI પોલિસીઓ વેચાઈ હતી. જો તમે આ સમય દરમિયાન ક્રેડિટ પ્રોડક્ટ્સ લીધી હોય તો કદાચ તમારી જાણ બહાર કે દબાણ સાથે તમને PPI પોલિસી પણ ખોટી રીતે વેચાઈ હોય. PPI સમયમર્યાદાનો અંત નજીક હોવાથી તમારે બેન્ક, લોન અથવા કાર્ડ કંપનીનો વેળાસર સંપર્ક સાધવો જોઈએ. તમે હવે તેમને મફત ફરિયાદ કરી શકો છો અથવા વધુ માહિતી માટે FCA વેબસાઈટનો ઉપયોગ કરી શકો છો.’

FCAના PPI ડેડલાઈન કેમ્પેઈન વડા એમ્મા સ્ટ્રાનાકે જણાવ્યું હતું કે,‘ PPI માટે નાણા પાછા મેળવવા દાવા માટેનો સમય વહી રહ્યો છે. જો તમે પ્રોવાઈડરને ૨૯ ઓગસ્ટ સુધી ફરિયાદ નહિ કરો તો તમે PPI માટે નાણા પાછા મેળવવા દાવો કરી શકશો નહિ. તમારી પાસે PPI છે કે નહિ તેની તપાસ સાદી અને મફત છે. તમારે માત્ર જન્મ તારીખ અને અગાઉના સરનામાઓ આપવાના રહેશે. તમે FCA PPI પર સર્ચ કરો અથવા શું કરવું તે જાણવા 0800 101 88 00 પર ફોન કરશો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter