RRRમાં બ્રિટનની છબિ સારી દર્શાવાઇ નથી – જયશંકરનો ટોની બ્લેર પર કટાક્ષ

વિશ્વમાં સંતુલન બદલાઇ રહ્યું છે, ઇતિહાસ પાલો બદલી રહ્યો છે – ભારતીય વિદેશમંત્રી

Tuesday 07th March 2023 12:52 EST
 
 

લંડન

દિલ્હીમાં આયોજિત રાયસીના ડાયલોગ્સમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે બહુચર્ચિત ફિલ્મ RRRના બહાને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર પર કટાક્ષ કર્યો હતો. જયશંકરે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો પર વાત કરતાં ટોની બ્લેરને જણાવ્યું હતું કે, ગયા વર્ષે ભારતમાં RRR નામની ફિલ્મ ઘણી લોકપ્રિય બની હતી પરંતુ તેમાં બ્રિટનની છબિ સારી દર્શાવવામાં આવી નથી. જયશંકરના આ કટાક્ષના પગલે સમગ્ર પ્રેક્ષકગણમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ટોની બ્લેર પણ માથુ ઝૂકાવીને હસતા રહ્યા હતા. આ પ્રસંગે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના કપ્તાન રહી ચૂકેલા કેવિન પીટરસન પણ હાજર હતાં. કેવિન મૂળ દક્ષિણ આફ્રિકાના છે તેથી તેમણે જયશંકરને પૂછ્યું હતું કે શું હું અહીં બ્રિટિશરને બદલે દક્ષિણ આફ્રિકન તરીકે બેસી શકું કે નહીં. બ્રિટનની સરખામણીમાં ભારત ઘણા સેક્ટરોમાં સારો દેખાવ કરી રહ્યો છે. તેના પર જયશંકરે જણાવ્યું હતું કે, વિશ્વમાં સંતુલન બદલાઇ રહ્યું છે. ઇતિહાસ હવે પાલો બદલી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter