SVYASAના ચાન્સેલર ડો. એચ. આર. નાગેન્દ્ર યુકેની મુલાકાતે

Tuesday 14th July 2015 13:35 EDT
 
 

ભારતની વિખ્યાત યોગ યુનિવર્સીટી સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાન (SVYASA)ના ચાન્સેલર અને તાજેતરમાં સમગ્ર વિશ્વમાં રંગેચંગે ઉજવાયેલા ઇન્ટરનેશનલ યોગ દિવસના ચેરમેન ગુરૂજી ડો. એચ. આર. નાગેન્દ્રનું તા. ૨૫મી જુલાઇ ૨૦૧૫ના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે 'ભારત ગૌરવ એવોર્ડ' એનાયત કરી સન્માન કરવામાં આવનાર છે. તેઅો ત્રણ દિવસ માટે બ્રિટનની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની સાથે SVYASA ગ્લોબલના ડો. મંજુનાથ પણ યુકે પધારી રહ્યા છે.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના યોગ ગુરૂ ડો. નાગેન્દ્ર ભારત સરકારના આયુષ મંત્રાલયના એક્સપર્ટ કમીટી એન્ડ ટાસ્ક ફોર્સના ચેરમેન છે. તેમના ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન લંડન ખાતે વાર્તાલાપ, મુલાકાત સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

તેમની સાથે પધારી રહેલા ડો. મંજુનાથ નેચરોપથી અને યોગના નિષ્ણાંત તબીબ છે અને વિશ્વની એક માત્ર યોગ યુનિવર્સીટી SVYASAમાંથી ડોક્ટરેટની ઉપાધી મેળવેલી છે. હાલમાં તેઅો SVYASAની રીસર્ચ લેબના વડા તરીકે સેવાઅો આપે છે. તેમણે SVYASAની શાખાઅોની સ્થાપના ચીન સહિત વિવિધ દેશોમાં કરી છે. તા. ૨૬ના રોજ સાંજે ક્રોયડન ખાતે તેમના વાર્તાલાપનું અયોજન કરાયું છે. સંપર્ક: 07825 704 420.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter