£ ૫૦૦,૦૦૦ના મકાન માટે રેફલ અટકાવવા આદેશ

Wednesday 09th January 2019 02:19 EST
 
 

લંડનઃ ૧૦ પાઉન્ડની રેફલ ટિકિટ દ્વારા પોતાનું ૫૦૦,૦૦૦ પાઉન્ડનું ચાર બેડનું મકાન અને સ્વિમિંગ પૂલ જીતવાની લોકોને તક આપનારા નિવૃત્ત દંપતી રોબર્ટ અને એવરિલ સ્મિથને ‘અત્યંત ખેદ સાથે દુઃખી મન સાથે’ આ સ્પર્ધા બંધ કરવાની ફરજ પડી હતી.

રોબર્ટે જણાવ્યું હતું કે તેમના લગ્નજીવનના ૪૮ વર્ષમાં આ તેમની સૌથી ખરાબ ક્રિસમસ હતી. તેમણે નોર્થ યોર્કશાયરના ગ્રોસમોન્ટમાં આવેલું તેમનું મકાન જીતવાની તક સાથે ૬૦,૦૦૦ ટિકિટ વેચવાની ગયા વર્ષે આશા વ્યક્ત કરી હતી. તેઓ કેન્સર રિસર્ચ યુકે માટે ૬૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવા માગતા હતા. દસ વર્ષ અગાઉ એવરિલ સ્મિથને કેન્સર હતું. આ દંપતીએ ત્રણ વર્ષ અગાઉ કેન્સરના રોગમાં તેમની પુત્રી ગુમાવી હતી. તેમણે કહ્યું હતું કે થોડા દિવસ અગાઉ ગેમ્બલિંગ કમિશન દ્વારા તેમને જણાવાયું હતું કે તેમની કોમ્પિટિશન એક પ્રકારની લોટરી જેવી હતી. તે કાયદેસરની પ્રાઈઝ કોમ્પિટિશન ન હતી. તેમણે ઉમેર્યું હતું કે તેઓ એક અથવા તેથી વધુ ટિકિટ ખરીદનારા ૬,૦૦૦થી વધુ લોકોને તેમના નાણાં પરત ચૂકવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter