£20 -50ની જૂની નોટ્સ ખર્ચવાનો સમય નજીક આવી ગયો છે

30 સપ્ટેમ્બરની સમયમર્યાદા પછી ચલણ ગેરકાયદે ગણાશે

Tuesday 06th September 2022 06:44 EDT
 
 

લંડનઃ યુકેમાં જીવનનિર્વાહ કટોકટી ગંભીર છે ત્યારે એક પેની ખર્ચવામાં પણ ઘણું વિચારવું પડે તેમ છે. આમ છતાં, 20 અને 50પાઉન્ડની જૂની ચલણી નોટ્સ હજુ તમારી પાસે પડી રહી હોય તો તે તેને ઉપયોગમાં લેવાનો સમય થઈ ગયો છે માટે વેળાસર તેને ખર્ચામાં લઈ લેજો. બેન્ક ઓફ ઈંગ્લેન્ડની જાહેરાત અનુસાર 20 અને 50પાઉન્ડની જૂની ચલણી નોટ્સ ચલણમાંથી ખેંચાઈ રહી છે અને 30 સપ્ટેમ્બર સુધી જ કાયદેસરનું ચલણ ગણાશે.

20 અને 50પાઉન્ડની જૂની ચલણી નોટ્સ ચલણમાંથી ખેંચાવાની સમયમર્યાદા ઘણી નજીક આવી છે છતાં, 20 પાઉન્ડના મૂલ્યની આશરે 6 બિલિયનથી વધુ જૂની નોટ્સ હજુ સર્ક્યુલેશનમાં છે. આ નોટ્સ પર ‘ધ વેલ્થ ઓફ નેશન્સ’ના પ્રસિદ્ધ લેખક અને 18મી સદીના પોલિટિકલ ઈકોનોમિસ્ટ આદમ સ્મિથનું ચિત્ર અંકિત કરાયેલું છે. જે લોકો પાસે આ જૂની પેપર નોટ્સ છે તેમને ખર્ચી કાઢવા અથવા નજીકની બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં જમા કરાવી દેવા અનુરોધ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા કરાયો છે.

30 સપ્ટેમ્બરની સમયમર્યાદા પછી તેના થકી શોપ્સમાં ખરીદી કરી શકાશે નહિ તેમજ નાણાકીય વ્યવહારોમાં ઉપયોગી બની શકશે નહિ. આમ છતાં, અંદાજ મુજબ 20 પાઉન્ડની 300 મિલિયનથી વધુ તેમજ 50 પાઉન્ડની 160 મિલિયન પેપર નો હજુ ચલણમાં છે અને બંને મૂલ્યની કુલ 8 બિલિયન પાઉન્ડથી વધુની પેપર નોટ્સ ચલણમાં છે.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ જૂની પેપર નોટ્સના સ્થાને ટકાઉ અને નકલ ન કરી શકાય તેવી આ જ મૂલ્યની પોલિમેર નોટ્સ ચલણમાં મૂકી રહી છે. આ ઉપરાંત, 5, 10, 20, અને


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter