£50,000નું એનર્જી બિલ શૂન્યઃ ટુડોર મેનોરમાં સૌરઉર્જાનો ઉપયોગ

Tuesday 30th August 2022 14:46 EDT
 
 

લંડનઃ અત્યાર સુધી યુકે અને વિશ્વભરમાં લોકો ફ્યૂલ કે ઈલેક્ટ્રિસિટીનો આડેધડ વપરાશ કરતા આવ્યા છે પરંતુ, એનર્જી કટોકટીએ બધાને વિચારતા કરી દીધા છે. ડોર્સેટમાં આશરે 500 વર્ષ પુરાણા આલીશાન ટુડોર મેનોર એથેલ્હેમમ્પ્ટન હાઉસ દ્વારા દર વર્ષે 50,000 પાઉન્ડનું એનર્જી બિલ ચૂકવાતું હતું પરંતુ, હવે તે શૂન્ય થઈ ગયું છે એટલું જ નહિ, તે વધારાની વીજળી પણ ઉત્પન્ન કરાય છે.

Domesday Book માં ઉલ્લેખિત અને વિખ્યાત નવલકથાકાર થોમસ હાર્ડીની ક્લાસિક નોવેલ ‘Far From the Madding Crowd’નું સેટિંગ કરાયું છે તેવી ગ્રેડ-1 લિસ્ટેડ ભવ્ય ઈમારત એથેલ્હેમમ્પ્ટન હાઉસ જાહેર જનતાના પ્રદર્શન માટે ખુલ્લું રખાયું છે. તેનું એનર્જી બિલ એટલું ઊંચે જતું હતું કે તેણે પ્રવેશ ફી વધારવી પડે અથવા લોકો માટે દ્વાર બંધ કરી દેવા પડે. વર્ષ 2019માં ઈકોનોમિસ્ટ ગાઈલ્સ કીટિંગે વહીવટી હવાલો સંભાળતાની સાથે જ તેણે એનર્જી બિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઈમારતને ગરમ રાખવા માટે વપરાતાં સંખ્યાબંધ ઓઈલ બર્નર્સ, ગેસ ઓવેન્સ અને બોઈલર્સનો વપરાશ બંધ કરી રિન્યુએબલ એનર્જી સ્રોતોને ઉપયોગમાં લેવાની શરૂઆત કરી દીધી. 20 એકરમાં પથરાયેલી એસ્ટેટમાં વૃક્ષોની પાછળ 500 સોલાર પેનલ્સના નિર્માણની મંજૂરી પણ ડોર્સેટ કાઉન્સિલ દ્વારા આપી દેવાઈ હતી.

કીટિંગ કહે છે કે 50 રૂમ્સ, રેસ્ટોરાં, હોલિડે કોટેજ અને ઓફિસીસ ધરાવતાં મેનોરમાં એનર્જીના વપરાશથી વાર્ષિક 50,000 પાઉન્ડના બિલ ઉપરાંત, 100 ટન કાર્બન એમિશન્સ થતું હતું તે હવે લગભગ ઝીરો થઈ ગયું છે. આનો અર્થ એ થાય કે દર વર્ષે લંડનથી બોર્નમાઉથ સુધી કાર મારફત 2400 રિટર્ન જર્ની જેટલી બચત થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter