લંડનઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ 13 જુલાઇના રોજ પુત્ર અનંત અને પુત્રવધૂ રાધિકા સાથે તેમની પ્રથમ લગ્નગાંઠ નિમિત્તે લંડનમાં નિસ્ડન સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અંબાણી પરિવારે મંદિરની ભવ્યતાના વખાણ કર્યાં હતાં અને મુકેશ અંબાણીએ પ્રમુખ સ્વામી મહારાજ સાથેની યાદગાર મુલાકાતને વાગોળી હતી. તેઓ પૂજામાં ભાગ લઇ અભિષેકમાં જોડાયાં હતાં.