અક્ષતા મૂર્તિ 10 ડાઉનિંગ સ્ટ્રીટની કિલ્લેબંધીમાં ઘટાડો કરશે

પીએમના સત્તાવાર નિવાસસ્થાનને વધુ જનલક્ષી બનાવવાની યોજના

Wednesday 11th January 2023 05:30 EST
 
 

લંડન

બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ દેશના ફર્સ્ટ લેડી તરીકેના પોતાના કાર્યકાળમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટની માહિતી પરના નિયંત્રણો વધુ હળવા કરવા માગે છે. ટેટલર મેગેઝિનના જણાવ્યા અનુસાર અક્ષતા મૂર્તિએ વિશ્વના સૌથી જાણીતા સરનામા પૈકીના એક એવા બ્રિટિશ વડાપ્રધાનના નિવાસસ્થાનમાં જિંદગી કેવી રીતે જીવાઇ રહી છે તેની કેટલીક માહિતી આપવાની મંજૂરી અક્ષતા મૂર્તિએ આપી દીધી છે.

અક્ષતાના એક મિત્રે મેગેઝિનને જણાવ્યું હતું કે, હવે એક અલગ પ્રકારની જ અનુભૂતિ થશે. બોરિસ જ્હોન્સનના પત્ની કેરી જ્હોન્સને 10 ડાઉનિંગ સ્ટ્રીટની જાણે કે કિલ્લેબંધી કરી રાખી હતી પરંતુ અક્ષતા મૂર્તિ આવી કોઇ પાબંધીઓ રાખવા માગતા નથી. આ મિત્રે જણાવ્યું હતું કે, અક્ષતા મૂર્તિ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વધુ કાર્યક્રમો અને મિટિંગોને પરવાનગી આપવાની યોજના બનાવી રહ્યાં છે જેથી જાહેર જનતા આ ઐતિહાસિક ઇમારતના ઇતિહાસ અને મહત્વને સારી રીતે જાણી શકે. અક્ષતા તમામ સમક્ષ બ્રિટનની સફળતાઓને ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા રજૂ કરવા માગે છે પછી તે કોઇ દેશના વડા હોય કે જાહેર જનતા..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter