અક્ષતા મૂર્તિએ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના શટર પાડી દેવાનો નિર્ણય કર્યો

કંપની દ્વારા રોકાણ કરાયેલા મોટાભાગના સાહસો નિષ્ફળ ગયાં હતાં

Tuesday 03rd October 2023 11:56 EDT
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિએ તેમની ઇન્વેસ્ટમેન્ટ કંપની કેટામારન વેન્ચર્સ લિમિટેડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અક્ષતાએ વર્ષ 2013માં આ કંપનીની શરૂઆત કરી હતી ત્યારે તેના ડિરેક્ટરોમાં વડાપ્રધાન સુનાકનો પણ સમાવેશ થતો હતો. સુનાકે 2015માં આ કંપનીના ડિરેક્ટરપદેથી રાજીનામુ આપી દીધું હતું.

કંપનીના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ અનુસાર હાલ આ કંપનીના એકમાત્ર ડિરેક્ટર એવા અક્ષતા મૂર્તિએ ક્પની બંધ કરવાનો નિર્ણય લીધો છે. અક્ષતા મૂર્તિ તેમને ઇન્ફોસિસના હિસ્સામાંથી થતી આવકનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ કંપનીનો ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ તરીકે ઉપયોગ કરતા હતા. જોકે અક્ષતાની આ કંપની દ્વારા કરાયેલા મૂડીરોકાણો ધરાવતી કંપનીઓ સારી રીતે ચાલી શકી નહોતી.

અક્ષતાની કંપની દ્વારા એજ્યુકેશન સ્ટાર્ટઅપ મિસિસ વર્ડસ્મિથમાં રોકાણ કરાયું હતું પરંતુ યુકે સરકાર દ્વારા 6,50,000 પાઉન્ડની સહાય પ્રાપ્ત થયા પછી આ સ્ટાર્ટઅપ બંધ કરી દેવાયું હતું. અક્ષતાની કંપની દ્વારા રોકાણ કરાયેલ એક ફર્નિચર કંપનીના પણ શટર પડી ગયાં હતાં. અક્ષતા મૂર્તિ જેની સાથે સંકળાયેલા હતા તેવી લંડન ફિટનેસ ચેઇન પણ 2021માં બંધ થઇ ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter