લંડનઃ ચાઇલ્ડ કેર ફર્મમાં પત્ની અક્ષતા મૂર્તિના આર્થિક હિતો અંગેની વડાપ્રધાનની ઘોષણાની તપાસને સંબંધિત વિશ્વસનિયતાના નિયમોના નાના અને અજાણતા થયેલા ઉલ્લંઘન માટે યુકેની પાર્લામેન્ટરી પેનલે વડાપ્રધાન રિશી સુનાકને ઠપકો આપ્યો છે. આર્થિક હિતોની ઘોષણાને સંબંધિત મિનિસ્ટરિયલ કોડના પેરા 6નું રિશી સુનાક દ્વારા ઉલ્લંઘન કરાયું છે કે કેમ તેની તપાસ પાર્લામેન્ટરી કમિશ્નર ફોર સ્ટાન્ડર્ડ્સ દ્વારા કરાઇ હતી. ગયા મહિને પાર્લામેન્ટરી વોચડોગે તેની તપાસમાં જણાવ્યું હતું કે, કોરુ કિડ્સમાં અક્ષતા મૂર્તિના આર્થિક હિતો અંગે ઘોષણા કરવામાં સુનાકની નિષ્ફળતા કેટલાક ગુંચવાડાના કારણે સર્જાઇ હતી.

