અક્ષમ્ય... બાળકોને માનસિક આરોગ્ય સંભાળ માટે ત્રણ વર્ષ લાંબી રાહ

Wednesday 05th January 2022 06:25 EST
 

લંડનઃ યુકેના કેટલાક વિસ્તારોમાં અસલામત બાળકોએ માનસિક આરોગ્ય સારસંભાળ માટે ત્રણ વર્ષ લાંબી રાહ જોવાની ફરજ પડે છે તેમ ધ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલમાં જણાવાયું હતું. ૪૮ NHS મેન્ટલ હેલ્થ ટ્રસ્ટ પાસેથી માનસિક સંભાળ માટે ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ મેન્ટલ હેલ્થ સર્વિસીસ (CAMHS)ને રીફર કરાતા અસુરક્ષિત બાળકોએ કેટલી રાહ જોવી પડે છે તેની માહિતી મગાઈ હતી.

સૌથી ખરાબ કેસમાં સાઉથ યોર્કશાયરના બાળ પેશન્ટના મૂલ્યાંકન કરાવવામાં ૧.૦૭૯ દિવસની રાહ જોવી પડી હતી. સ્ટેફોર્ડ શાયરમાં બાળકોએ મૂલ્યાંકન કરાવવા સરેરાશ માત્ર સાત દિવસ રાહ જોવી પડે છે જ્યારે સાઉથઈસ્ટ લંડનના બ્રોમલીના બાળકોએ સરેરાશ ૧૧૨ દિવસ રાહ જોવી પડે છે. બ્રેડફોર્ડ ડિસ્ટ્રિક્ટ કેર NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના એક બાળપેશન્ટને CAMHS ની પ્રથમ એપોઈન્ટમેન્ટ માટે ૮૦૭ દિવસ, તેમજ એવોન એન્ડ વિલ્ટશાયર મેન્ટલ હેલ્થ પાર્ટનરશિપ NHS ટ્રસ્ટના એક પેશન્ટને ૬૪૨ દિવ, નોર્ફોક એને સફોક NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના પેશન્ટને ૪૭૬ દિવસ અને નોર્ધમ્પ્ટનશાયર હેલ્થકેર NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના પેશન્ટને ૪૦૫ દિવસ રાહ જોવી પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter