અજાણી વ્યક્તિના હુમલામાં આર્મી વેટરન એલન કરમ ચંદનું નિધન

Tuesday 17th March 2026 11:42 EDT
 
 

લંડનઃ અજાણી વ્યક્તિ દ્વારા કરાયેલા હુમલામાં પૂર્વ સેનાની એલન કરમ ચંદનું નિધન થયું હતું. 14 જાન્યુઆરીના રોજ બર્મિંગહામના ઇન્ડસ્ટ્રીયલ એરિયા હેન્ડવર્થમાં સોહો રોડ પર એલન કરમ ચંદ 74 નંબરની બસમાંથી ઉતર્યા હતા. આ બસમાં મુંતહાર એહમદ નામનો વ્યક્તિ પણ હતો જે એલનની સાથે જ ઉતર્યો હતો. તેણે અચાનક 82 વર્ષીય આર્મી વેટરનની વોકિંગ સ્ટીક છીનવી લીધી હતી અને લાત મારી ત્યાંથી નાસી ગયો હતો. એહમદે મારેલા ધક્કાને કારણે એલનના માથામાં ફ્રેક્ચર થયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બે દિવસ બાદ પોલીસે એહમદને આજ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આગામી દિવસોમાં અદાલત દ્વારા એહમદને સજાની સુનાવણી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter