લંડનઃ યુકેના વડાપ્રધાનના પૂર્વ સલાહકાર પર અમેરિકામાં ગૌતમ અદાણી પર ચાલી રહેલા ભારતમાં અધિકારીઓને 250 મિલિયન ડોલરની લાંચ અંગેના કેસમાં સંડોવણીનો આરોપ મૂકાયો છે. ગૌતમ અદાણી સામેના કેસમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા બ્રિટિશ એક્ઝિક્યુટિવને કાવતરામાં સામેલ ગણાવવામાં આવ્યા છે.
એશિયાના સૌથી અમીર બિઝનેસમેન પૈકીના એક ગૌતમ અદાણી પર ન્યૂયોર્કની કોર્ટ દ્વારા નવેમ્બર મહિનામાં ભારતમાં એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી હોવાના આરોપ મૂકાયા છે. જોકે અદાણી જૂથે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યાં છે.
જોકે કાયદાકીય કારણોસર અખબારી અહેવાલોમાં બ્રિટિશ એક્ઝિક્યુટિવનું નામ જાહેર કરાયું નથી. પરંતુ તે ક્વીનના બર્થડે ઓનર્સ લિસ્ટમાં સામેલ હતા. આ એક્ઝિક્યુટિવ દ્વારા તેમના પર મૂકાયેલા આરોપ અંગેના સવાલનો હજુ સુધી કોઇ જવાબ આપ્યો નથી.


