લંડન
બ્રિટનમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓને રવાન્ડા રવાના કરવાની યોજનાને અદાલતો ગેરકાયદેસર ઠેરવશે તો બ્રિટનને 120 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે. રવાન્ડા સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં થયેલા કરાર પ્રમાણે અમને બ્રિટન પાસથી નાણા મળી ચૂક્યાં છે. તેમાંથી કેટલાંક નાણા રવાન્ડા આવનારા માઇગ્રન્ટ્સની વ્યવસ્થા માટે ખર્ચ પણ થઇ ગયાં છે. આ સપ્તાહમાં રવાન્ડા પ્લાન સહિતની બ્રિટનની ઇમિગ્રેશન અને અસાયલમ નીતિઓની આકરી ટીકા કરતા અહેવાલો પ્રસિદંધ થયાં છે. જૂન મહિનામાં માઇગ્રેન્ટ્સની પહેલી બેચ રવાન્ડા રવાના કરાઇ ત્યારબાદ આ યોજનાને સંખ્યાબંધ અદાલતોમાં પડકાર અપાયો છે.
અમે ફક્ત 200 માઇગ્રન્ટ્સને જ સમાવી શકીએ તેમ છીએ – રવાન્ડા
બ્રિટન હજારો માઇગ્રન્ટસને મોકલવા માટે રવાન્ડાને 120 મિલિયન પાઉન્ડ ચૂકવી દીધાં છે તેમ છતાં હવ રવાન્ડાના સત્તાવાળાઓ કહી રહ્યાં છે કે અમે ફક્ત 200 માઇગ્રન્ટ્સને જ સમાવી શકી તેમ છીએ. રવાન્ડા સરકારના પ્રવક્તા યોલાન્ડે મકોલોએ જણાવ્યું હતું કે અત્યાર ફક્ત 200 માઇગ્રન્ટ્સને સમાવવાની અમારી ક્ષમતા છે. જોકે આગામી પાંચ વર્ષમાં હજારો માઇગ્રન્ટ્સન સમાવવા માટે બ્રિટને અમને 120 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરી દીધી છે.

