- શારદા સિમખડાઃ કેન્ટની ડારેન્ટ વેલી હોસ્પિટલના સિનિયર નર્સ આ જ ધાર્મિક પ્રવાસ દરમિયાન લાપતા થયા છે.
- હલ્દિયા દંપતીઃ પવન હલ્દિયા અને કવિતા હલ્દિયા કૈલાશ યાત્રા દરમિયાન પૂરની ઝપેટમાં આવ્યા હોવાની શંકા છે.
- ગીથા રેડ્ડીઃ નેપાળના પૂરમાં લંડનના ગીતા રેડ્ડી પણ લાપતા બન્યાં છે. તેમના પતિ અને બે દીકરીઓ તેમની તલાશ કરી રહ્યાં છે.
- નીતુ ગોયલ તિવારીઃ લંડનની નીતુ તિવારી 'ઈશા ફાઉન્ડેશન'ના જૂથ સાથે કૈલાશ માનસરોવર યાત્રા પર ગયા હતા. ગાયરોંગ ચેકપોઇન્ટ નજીકથી તેઓ ગુમ થયા છે.
- અંકિત રંજન અને અંકિતા ચંદ્રઃ 'કૈલાશ જર્ની' ટૂર ઓપરેટર સાથે યાત્રા પર ગયેલા આ દંપતીનો 26 ઓગસ્ટ પછી કોઈ સંપર્ક થયો નથી.
- સુમિત્રા સપકોટા: ઈસ્ટ સસેક્સમાં રહેતા પ્રમોદ પૌડેલના પત્ની અને પરિવારજનો પૂર બાદથી લાપતા છે.
- જુલીજા જેકોવિકા: યોગા અને મેડિટેશન રિટ્રીટ માટે આવેલા જુલીજાની છેલ્લી લોકેશન પૂર આવ્યાના એક કલાક પહેલા સરહદ નજીક નોંધાઈ હતી.
- લીના બેક્ટર: સ્લાઉના વતની લીના ફિશટેલ ટૂર્સ દ્વારા પ્રવાસે હતા અને હાલમાં ગુમ છે.
ટૂર ઓપરેટર્સ અને પ્રવાસી ગ્રુપ્સ
- કૈલાશ જર્નીઝઃ એજન્સીએ તેના 7 બ્રિટિશ યાત્રીઓ (18થી 55 વર્ષની વયના 5 મહિલા અને 2 પુરુષ) વિશે કોઈ માહિતી ન હોવાનું સ્વીકાર્યું છે.
- ધી ટ્રેકર્સ સોસાયટીઃ નેપાળી ટૂર એજન્સીના જણાવ્યા મુજબ, ચીન ઇમિગ્રેશન બોર્ડર પર 9 બ્રિટિશ નાગરિકો (4 પુરુષો અને 5 મહિલાઓ) ગુમ છે.
- આલ્ફાઈન ઇકો ટ્રેકઃ 10 બ્રિટિશ નાગરિકો (3 પુરુષો અને 7 મહિલાઓ) તિબેટ ઇમિગ્રેશન ઓફિસ નજીક ફસાયા બાદથી સંપર્કવિહોણા છે.
- ફિશટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સઃ સ્લાઉ (વેસ્ટ લંડન)ના રહેવાસી લીના બેક્ટર સહિત 27 પ્રવાસીઓના જૂથની કોઈ માહિતી મળી નથી.


