અન્ય વ્યક્તિના નામે વંશીય ઉશ્કેરણી કરનાર એહસાન હુસેનને બે વર્ષ 4 મહિનાની કેદ

Tuesday 24th September 2024 10:21 EDT
 
 

લંડનઃ ઓગસ્ટ મહિનામાં ફાર રાઇટ્સ રમખાણો દરમિયાન વંશીય ઉશ્કેરણીમાં યોગદાન માટે બર્મિંગહામના યાર્ડલીના એહસાન હુસેનને જેલભેગો કરાયો છે. એહસાને બર્મિંગહામમાં વંશીય ઉશ્કેરણી માટે એક નિર્દોષ વ્યક્તિની ઓળખનો ઉપયોગ કર્યો હતો.

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે, એહસાને ગયા મહિને બનાવટી નામ ધારણ કરીને મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર અત્યંત નુકસાનકારક માહિતીનો પ્રસાર કર્યો હતો. જેમાં તેણે એલમ રોક અને બોર્ડેસલી ગ્રીનમાં તોફાનો પ્રસરાવવાની પણ ઉશ્કેરણી કરી હતી.

કોવેન્ટ્રી રોડ પર રહેતા હુસેને બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં અપરાધની કબૂલાત કરી ત્યારબાદ તેને સજાની સુનાવણી કરાઇ હતી. અદાલતે તેને બે વર્ષ અને 4 મહિનાની કેદની સજા ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter