લંડનઃ એક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ રીંગનાભાગરૂપે અન્ય વ્યક્તિઓ વતી 36 ડ્રાઇવિંગ થિયરી ટેસ્ટ આપનાર એક ફ્રોડસ્ટરને 12 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. સતવિન્દરસિંહ દરેકટેસ્ટ માટે 1500 પાઉન્ડ વસૂલતો હતો. છેલ્લા 4 વર્ષમાં તેણે અન્ય લોકો વતી સંખ્યાબંધ ટેસ્ટ આપ્યા હતા. આ માટે તે ટેસ્ટ સેન્ટરમાં પોતાની તસવીર રજૂ કરતો હતો. 6 જૂનના રોજ તે કોઇ અમરિતપાલ સિંહ વતી ટેસ્ટ આપવા ગયો ત્યારે ઝડપાઇ ગયો હતો.

