અપક્ષ સાંસદ ઇકબાલ મોહમ્મદ પર ધર્મના નામે મત માગવાનો આરોપ

Tuesday 30th July 2024 12:46 EDT
 

લંડનઃ ડ્યુસબરી એન્ડ બેટલી બેઠક પરથી ચૂંટાઇ આવેલા અપક્ષ ઉમેદવાર પર ધર્મના નામે મત માગવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઇકબાલ મોહમ્મદે સેંકડો નમાઝીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પયગમ્બરના શિક્ષણને અનુસરો અને મને મત આપો. મતદાનના થોડા દિવસ પહેલાની એક પ્રેયર ઇવેન્ટની ઓડિયો રેકોર્ડિંગ અનુસાર ઇકબાલ મોહમ્મદે મતદારોને ચેતવણી આપી હતી કે જો તમે મને મત નહીં આપો તો અલ્લાહ તમને સવાલ પૂછશે કે મેં તમને આશીર્વાદ આપ્યો પરંતુ તમે તેની સાથે શું કર્યું.

ઇકબાલે જણાવ્યું હતું કે, યોગ્ય ઉમેદવારને મત આપવો એ મુસ્લિમની ફરજ છે અને હું તમને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાના પ્રયાસનું વચન આપું છું. મારે માનવતાના નામે મતની ભીખ માગવાની કોઇ જરૂર નથી.

ઇકબાલે એમ પણ જણાવ્યું હતું કે, કયામતના દિવસ સુધી એકજૂથ રહેવા સિવાય મુસ્લિમો પાસે કોઇ વિકલ્પ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter