લંડનઃ અફઘાનિસ્તાનની મહિલાઓના અધિકારો પર રિપોર્ટિંગ કરવા માટે સલમા નિયાઝીને વર્ષ 2025 માટેનો લાયરા મેકકી એવોર્ડ ફોર બ્રેવરી એનાયત કરાયો છે. નિયાઝીએ જણાવ્યું હતું કે, વિશ્વ લાયરા અંગે જાણે તે અત્યંત જરૂરી છે. આ એવોર્ડ બેલફાસ્ટની પત્રકાર લાયરા મેકકીના નામે શરૂ કરાયો છે. ડેર્રીમાં રમખાણોનું રિપોર્ટિંગ કરતી વખતે લાયરાને ગોળી વાગતાં મોત થયું હતું. નિયાઝીએ 2021માં અફઘાન ટાઇમ્સનો પ્રારંભ કર્યો હતો. તેમનું કહેવું છે કે પત્રકારત્વ અત્યાચારો સામે બોલી નહીં શકતા લોકોના અવાજ તરીકે કામ કરે છે. પત્રકારોએ તેમના અધિકારો અંગે બોલવું જ જોઇએ. મારા માટે આ એવોર્ડ અત્યંત મૂલ્યવાન છે. લાયરા મેકકીએ પણ સત્ય માટે ભયભીત થયા વિના લડત આપી હતી.
29 વર્ષીય પત્રકાર લાયરા મેકકીને નોર્ધન આયર્લેન્ડના ડેર્રીના ક્રિગન વિસ્તારમાં 18 એપ્રિલ 2029ના રોજ રમખાણો દરમિયાન રિપોર્ટિંગ કરતી વખતે ગોળી વાગી હતી. મેકકી બેલફાસ્ટના લેખિકા અને કેમ્પેનર હતા.