અફઘાનિસ્તાનથી આવ્યાનો દાવો કરી ભારતીય શીખ પરિવારે રાજ્યાશ્રય માગ્યો

અગાઉ પરિવારની વિઝા અરજી બે વાર નકારી કઢાઇ હતી

Thursday 02nd January 2025 01:10 EST
 
 

લંડનઃ યુકેનો વિઝા મેળવવામાં બે વાર નિષ્ફળતા પ્રાપ્ત થયા બાદ એક ભારતીય શીખ પરિવારે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનથી નાસીને યુકે આવ્યા હોવાનો દાવો કરીને ખોટી રીતે રાજ્યાશ્રય માટે અપીલ કરી હતી. હિથ્રો એરપોર્ટ પર ઉતર્યા બાદ આ પરિવારે પોતે અફઘાનિસ્તાનથી આવ્યા હોવાનો દાવો કર્યો હતો. જેના પગલે તેમને વેમ્બલીમાં અન્ય રાજ્યાશ્રયવાંચ્છુઓ સાથે હોલીડે ઇન હોટેલમાં રખાયાં હતાં. તાજેતરમાં જ તેઓ હેમેલ હેમ્પસ્ટડના 5,67,000 પાઉન્ડની કિંમતના ચાર બેડરૂમના મકાનમાં શિફ્ટ થયાં હતાં.

હવે આ પરિવાર સામે ઇમિગ્રેશન કાયદાના સંખ્યાબંધ ઉલ્લંઘનના આરોપ મૂકાયા છે. હોમ ઓફિસના રેકોર્ડ પ્રમાણે આ પરિવારે તેમના સત્તાવાર ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને બે વાર યુકેના વિઝા માટે અરજી કરી હતી જેને નકારી કઢાઇ હતી.પરિવારને 4 ડિસેમ્બરના રોજ ક્રોયડોન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો.

72 વર્ષીય ગુરબક્ષસિંહ, તેની 68 વર્ષીય પત્ની આર્ડેટ કૌર, 43 વર્ષીય પુત્ર ગુલજીતસિંહ અને તેની 37 વર્ષીય પત્ની કવલજીત કૌર 23 ડિસેમ્બર 2023ના રોજ હિથ્રો એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને અફઘાન નાગરિક હોવાનો દાવો કરીને રાજ્યાશ્રયની માગ કરી હતી. તેમના પર ઇમિગ્રેશન એક્ટ 1971ના ઉલ્લંઘનનો આરોપ મૂકાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter