લંડનઃ બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે, અમે એર ઈન્ડિયા દ્વારા સુરક્ષા પ્રક્રિયાઓના થઈ રહેલા પાલન પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. થોડા મહિનાઓ અગાઉ સત્તામંડળે એરલાઇન પાસે એ બાબતની સ્પષ્ટતા માંગી હતી કે સંભવિત ખામીયુક્ત ફ્યુઅલ સ્વિચ હોવા છતાં બોઇંગ ડ્રીમલાઇનર વિમાને લંડનથી કઈ રીતે ઉડાન ભરી હતી.
બ્રિટિશ સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે, થર્ડ કન્ટ્રી ઓપરેટર નિયમોના અનુસંધાનમાં અમારી નિયમનકારી પ્રક્રિયાના ભાગરૂપે અમે આ મામલે સમીક્ષા ચાલુ રાખી છે. બ્રિટિશ નાગરિક ઉડ્ડયન સત્તામંડળ એર ઈન્ડિયા દ્વારા તેની નિયત પ્રક્રિયાઓના ચુસ્ત પાલન પર નજીકથી દેખરેખ રાખી રહ્યું છે.


