અમદાવાદ ક્રેશમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં કોઇ ખામી મળી હોવાનો ભારત સરકારનો ઇનકાર

Tuesday 04th August 2026 12:36 EDT
 
 

લંડનઃ ભારત સરકારે જણાવ્યું હતું કે, ગત વર્ષે 12 જૂને અમદાવાદથી ઉડાન ભર્યાના ટૂંક સમયમાં જ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનરના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકિંગ મિકેનિઝમમાં કોઈ ખામી જોવા મળી નથી.

ભારતના નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આપવામાં આવેલા એરવર્ધિનેસ નિર્દેશોના ભાગરૂપે સિએટલ સ્થિત ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર કક્ષાએ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ કરવામાં આવી હતી.

કોંગ્રેસ સાંસદ જે બી માથર હિશામ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના લેખિત જવાબમાં મોહોલે જણાવ્યું હતું કે, ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની વિગતવાર તપાસ કરવામાં આવી હતી જેમાં તેના લોકિંગ ડીટેન્ટ્સની માળખાકીય મજબૂતી પણ ચકાસવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ અસામાન્યતા જોવા મળી નથી. જોકે, સિએટલ ખાતે ઓઇએમ ફેસિલિટીમાં સમગ્ર થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હજુ પણ ચાલુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter