અમૃતા વિલ્સનનું ઓસીઆઇ કાર્ડ રદ કરવાનો મામલોઃ દિલ્હી હાઇકોર્ટની આકરી ટિપ્પણી

આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબિ ખરડવાની પરવાનગી આપી શકાય નહીઃ દિલ્હી હાઇકોર્ટ

Tuesday 17th February 2026 10:47 EST
 
 

લંડનઃ યુકે સ્થિત શિક્ષણવિદ્દ અમૃત વિલ્સનનું ઓસીઆઇ કાર્ડ રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવતાં દિલ્હી હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની છબિ ખરડવાને અમે પરવાનગી આપી શકીએ નહીં. વિલ્સનના કિસ્સામાં ભારત સરકારે સીલબંધ કવરમાં પોતાનો જવાબ અને કારણો રજૂ કર્યાં હતાં. કોર્ટે નોંધ કરી હતી કે ગુપ્તચર અહેવાલમાં આરોપ મૂકાયો છે કે વિલ્સને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ કૌરવે જણાવ્યું હતું કે, આપણે એટલો પણ સહિષ્ણુ દેશ નથી કે આપણે આપણા દેશની ટીકા અને આંતરરાષ્ટ્રીય મંચ પર બદનામી સાંખી લઇએ. વિલ્સનની સામે આઇબીના રિપોર્ટ છે કે તેમણે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.

82 વર્ષીય બ્રિટિશ ભારતીય લેખિકા અને પત્રકાર વિલ્સનનું ઓસીઆઇ કાર્ડ ભારત સરકારે 2023માં રદ કરી દીધું હતું. સરકારે તેમના પર ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. વિલ્સને સરકારના આ નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. તેમણે ઓસીઆઇ કાર્ડ રદ કરવાને ગેરકાયદેસર અને પક્ષપાતી નિર્ણય ગણાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter