અમે ધિક્કાર ફેલાવનારાને લેસ્ટરમાં સફળ થવા દઇશું નહીં

હિન્દુ અને મુસ્લિમ આગેવાનોનું સંયુક્ત નિવેદન જારી

Wednesday 21st September 2022 05:50 EDT
 
 

લંડન

લેસ્ટરમાં તાજેતરમાં સર્જાયેલા તણાવનો અંત લાવવા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનોએ શહેરની મસ્જિદ ખાતે એકઠાં થઇને જાહેર અપીલ જારી કરી હતી. બંને સમુદાયોના આગેવાનોના સંયુક્ત નિવેદનને વાંચી સંભળાવતા શહેરના ઇસ્કોન હિન્દુ ટેમ્પલના પ્રદ્યુમન પ્રદીપ ગજ્જરે જણાવ્યું હતું કે, અમે, લિસેસ્ટરનો પરિવાર, તમારી  સમક્ષ ફક્ત હિન્દુ અને મુસ્લિમ તરીકે નહીં પરંતુ ભાઇઓ અને બહેનો તરીકે ઊભા છીએ. છેલ્લી અડધી સદીથી બંને સમુદાયના લોકો આ શહેરમાં શાંતિ અને ભાઇચારાથી રહે છે.  આપણે આ શહેરમાં એકસાથે આવ્યા હતા.. આપણે સાથે મળીને સમાન પડકારોનો સામનો કર્યો. આપણે સાથેમળીને રંગભેદના હિમાયતીઓ સામે લડ્યાં. આપણે સાથે મળીને આ શહેરને વૈવિધ્યતાનું પ્રતિક બનાવ્યું છે. તેથી અમે શહેરમાં ફેલાયેલા તણાવ અને હિંસાના કારણે દુઃખી અને હૃદયભંગિત છીએ. નિર્દોષો પર હુમલા અને સંપત્તિને નુકસાન એક સભ્ય સમાજનો હિસ્સો નથી. આપણા ધર્મો પણ તેને સમર્થન આપતાં નથી. આજે જે થઇ રહ્યું છે તે આપણને શોભતું નથી. અમે શહેરમાં ધિક્કાર ફેલાવનારાને શહેર છોડી જવા કહીએ છીએ. આપણે એક મજબૂત પરિવાર છીએ. કોઇપણ સમસ્યાનો આપણે સાથે મળીને ઉકેલ લાવીશું. લેસ્ટરમાં બહારના કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોને કોઇ સ્થાન નથી. અમે તેમને સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ કે અમે તેમને ધિક્કારનું વાવેતર કરવામાં સફળ થવા દઇશું નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter