લંડનઃ બે ભાઇઓ વચ્ચેની તકરારનો અંત લાવવા અમેરિકાના પ્રવાસ દરમિયાન પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલ્ટન પ્રિન્સ હેરી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. રાજવી પરિવારના નિકટના સૂત્રના જણાવ્યા અનુસાર કેટ મિડલ્ટન માને છે કે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી વચ્ચે વાતચીત શરૂ થાય તે માટે આ એક અલભ્ય તક છે. બંને ભાઇ વચ્ચેની તકરાર દૂર થાય અને શાંતિ સ્થપાય તે દિશામાં આ એક મહત્વનું પગલું બની રહેશે.
પ્રિન્સેસ ઓફ વેલ્સ ઇચ્છે છે કે વર્ષ 2025માં બંને ભાઇ વચ્ચે સમાધાન થઇ જાય. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલ્ટન તેમના ભાઇ પ્રિન્સ હેરી અને પત્ની મેઘન મર્કેલ વચ્ચેની દુશ્મનાવટની અફવાઓને સતત અવગણતા રહ્યાં છે પરંતુ બંને ભાઇ વચ્ચે વાતચીતના પણ સંબંધ નથી તે સર્વવિદિત છે.

