લંડનઃ માન્ચેસ્ટર સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં લેન્ડસ્કેપ આર્કિટેક્ચરમાં અનુસ્નાતક સ્તરનો અભ્યાસ કરતી ભારતના અયોધ્યાની 24 વર્ષીય રીમા ખાનને કાશ્મીરના વેટલેન્ડ્સ પરની અભ્યાસ કામગીરી માટે લેન્ડસ્કેપ ઇન્સ્ટિટ્યુટ એવોર્ડથી સન્માનિત કરાઇ છે. રીમા ખાને તેના રિસર્ચમાં પર્યાવરણ સંતુલન, આર્કિટેક્ચર અને સામાજિક રોજગારી પર વ્યાપક છણાવટ કરી હતી. રીમા ખાને સ્ટ્રેટફોર્ડ ઇફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પણ યોગદાન આપ્યું હતું. આ પ્રોજેક્ટને વર્ષ 2025ના પાઇનેપલ્સ એવોર્ડથી સન્માનિત કરાયો હતો.


