અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા સુનાક અને હન્ટ સ્ટીલ્થ ટેક્સનો સહારો લેશે

3 ટકા પગાર વધારો થતાં હાલ 35000 પાઉન્ડની આવક ધરાવનારે 2028 સુધીમાં આવકવેરા પેટે 1177 પાઉન્ડ વધુ ચૂકવવા પડશે

Wednesday 09th November 2022 04:44 EST
 
 

કેપ – 

હેડિંગ – આગામી 6 વર્ષમાં મધ્યમ આવક ધરાવતા કરદાતાઓ પર 3500 પાઉન્ડનો બોજો વધશે

સબહેડ – 

લંડન

રિશી સુનાક અને જેરેમી હન્ટ બ્રિટનના અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે કરદાતાઓના ખિસ્સા પર વધુ કાતર ફેરવવાની યોજના તૈયાર કરી રહ્યાં છે. એક એનાલિસિસમાં જણાવવામાં આવ્યું છે કે રિશી સુનાક આવકકવેરામાં છૂપો વધારો કરવાની યોજના તૈયાર કરી રહ્યાં છે જેના કારણે આગામી 6 વર્ષમાં લાખો મધ્યમ આવક ધરાવતા કરદાતાઓ પર 3500 પાઉન્ડનો વધારાનો બોજો પડશે. વડાપ્રધાન સુનાક અને ચાન્સેલર જેરેમી હન્ટ આવકવેરાની મર્યાદા પરનો સ્થગનાદેશ 2028 સુધી લંબાવવા સહમત થયાં છે જે 2026માં પૂરો થવાનો હતો.

હાલ દેશમાં મોંઘવારી ચરમસીમા પર પહોંચી છે ત્યારે વડાપ્રધાન અને ચાન્સેલરનો આ નિર્ણય લાખો વધુ કર્મચારીઓ પર દર વર્ષે આવકવેરાનો બોજો વધારશે કારણ કે તેમના પગારનો મોટો હિસ્સો ઉચ્ચ બ્રેકેટમાં ધકેલાઇ જશે. આ સ્ટીલ્થ ટેક્સને ફિસ્કલ ડ્રેગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જૂન મહિનામાં જારી કરાયેલા આંકડા અનુસાર આવકવેરામાં સ્થગનાદેશના કારણે 61 લાખ કરદાતાઓએ આવકવેરાનો ઊંચો દર ચૂકવવાની ફરજ પડી હતી. 6,29,000 કરદાતાઓએ 45 ટકા દરે આવકવેરાની ચૂકવણી કરી હતી. બ્રિટનમાં 12570 પાઉન્ડ પ્રતિ વર્ષની આવક આવકવેરાથી મુક્ત છે. જ્યારે 50,270 પાઉન્ડ સુધીની આવક પર 20 ટકા અને 1,50,000 પાઉન્ડની આવક પર 40 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે. 1,50,000 પાઉન્ડ કરતાં વધુ વાર્ષિક આવક ધરાવનારાને 45 ટકા આવકવેરો ચૂકવવો પડે છે.

ફ્રોઝન ટેક્સ થ્રેસહોલ્ડ અંતર્ગત દર વર્ષે કેટલો વધુ આવકવેરો ચૂકવવો પડશે

3 ટકા વેજ ગ્રોથ માટે

પગાર – પહેલું વર્ષ – બીજુ વર્ષ – ત્રીજુ વર્ષ – ચોથું વર્ષ – પાંચમું વર્ષ

25,000 – 75 – 153 – 233 – 316 – 400

35,000 – 75 – 153 – 233 – 316 – 400

50,000 – 321 – 708 – 1,106 – 1,517 – 1,939

70,000 – 377 – 765 – 1,165 – 1577 – 2002

1,00,000 – 977 – 1983 – 3020 – 4088 – 5187

5 ટકા વેજ ગ્રોથ માટે

પગાર – પહેલું વર્ષ – બીજુ વર્ષ – ત્રીજુ વર્ષ – ચોથું વર્ષ – પાંચમું વર્ષ

25000 – 126 – 258 – 396 – 542 – 695

35000 – 126 – 258 – 396 – 542 – 695

50000 – 572 – 1229 – 1919 – 2643 – 3403

70000 – 628 – 1288 – 1981 – 2708 – 3472

100000 – 1628 – 3388 – 5134 – 7019 – 8500

(તમામ રકમ પાઉન્ડમાં)

સુનાક અને હન્ટ વિન્ડ ફોલ ટેક્સ લાદીને પાંચ વર્ષમાં 40 બિલિયન પાઉન્ડ એકઠાં કરશે

અખબારી અહેવાલો પ્રમાણે રિશી સુનાક અને જેરેમી હન્ટ ઓઇલ અને ગેસ કંપનીઓના પ્રોફિટ પર વિન્ડફોલ ટેક્સ લાદીને આગામી પાંચ વર્ષમાં 40 બિલિયન પાઉન્ડ એકઠાં કરવાની યોજના બનાવી રહ્યાં છે. એનર્જી કંપનીઓનો નફો તગડો બની રહ્યો છે. ગયા ત્રિમાસિકમાં બ્રિટિશ પેટ્રોલિયમનો નફો બમણો થઇને 7.1 બિલિયન પાઉન્ડ અ શેલ કંપનીનો નફો પણ બમણો થઇને 8.2 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયો હતો. જેના કારણે સરકારી તિજોરી ભરવા એનર્જી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાદવા સરકાર પર દબાણ વધી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter