અર્થતંત્રની દિશા ગ્રામ્ય વિસ્તારો તરફ લઈ જવા ચાન્સેલર ઓસ્બોર્નનો સંકેત

Saturday 22nd August 2015 05:22 EDT
 
 

લંડનઃ લોકો સારા જીવનની શોધમાં ગ્રામ્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે ત્યારે ચાન્સેલર ઓસ્બોર્ન આ સ્થળોએ બિઝનેસને પ્રોત્સાહન આપવાનાં અનેક પગલાં જાહેર કરશે, જેનાથી અહીં રહેવા અને કામ કરવાનું સરળ બનશે. આ પગલાંમાં રુરલ પ્લાનિંગ નિયમોમાં ધરખમ ફેરફારનો સમાવેશ થાય છે. ગત પાંચ વર્ષમાં કન્ટ્રીસાઈડ વિસ્તારોમાં નવા બિઝનેસીસમાં ૩૦ ટકા વધારો થયો છે.

ચાન્સેલરે પ્લાનિંગ નિયંત્રણોની સમીક્ષાનો આદેશ આપ્યો છે. સ્થાનિક કાઉન્સિલો આ નિયંત્રણો થકી બિઝનેસ વિસ્તરણને અટકાવે છે, જેનાથી નોકરીઓનું સર્જન પણ અવરોધાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન થવું મુશ્કેલ હોવાની ફરિયાદોના કારણે બ્રોડબેન્ડ સ્પીડ સુધારવાના પગલાં પણ લેવાશે. તેઓ ગામડાં અને માર્કેટ ટાઉન્સમાં હરિયાળાં ગોચરના સ્થળોએ મકાન બાંધકામના નિયમો હળવાં બનાવશે. ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ ફોન્સ સિગ્નલ્સ વધારવા પ્લાનિંગ પરમિશન વિના જ ટેલિકોમ કંપનીઓને ઊંચા થાંભલા ઉભા કરવાની પરવાનગી આપવા બાબતે મસલતો ગયા મહિને શરૂ કરી દેવાઈ છે.

ચાન્સેલર ઓસ્બોર્ને જણાવ્યું હતું કે, ‘બ્રિટિશ અર્થતંત્ર લાંબા સમયથી શહેરો અને નગરોમાં કાર્યરત બિઝનેસીસ પર આધારિત છે. દેશના તમામ વિસ્તારોમાં ગર્ભિત ક્ષમતાઓનો ઉપયોગ થાય તેવું અર્થતંત્ર આપણે જોઈએ છે. ગ્રામ્ય કોમ્યુનિટીઝ અને બિઝનેસીસ વધે, ગ્રામ્ય ઈન્ફ્રાસ્ટરક્ચરમાં સુધારા, શિક્ષણ અને કૌશલ્યમાં રોકાણની સાથોસાથ ગામડાં વિકસે અને સમૃદ્ધ બને તે માટેના સાનુકૂળ સંજોગો ઉભાં કરવા જોઈશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter