અર્થતંત્રને પાટે ચડાવતાં બજેટની ઝલક......

Wednesday 10th March 2021 05:52 EST
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે બ્રિટિશ અર્થતંત્રની ગાડી પાટે ટડાવવાના પ્રયાસરુપે વર્ષ ૨૦૨૧નું બજેટ કોમન્સમાં રજૂ કર્યું છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)ની આગાહી છે કે ઈકોનોમી ૨૦૨૨ની મધ્ય સુધીમાં જ કોવિડ અગાઉની હાલતમાં આવી જશે જે અગાઉની ધારણા કરતાં છ મહિના વહેલું હશે. OBRની આગાહી અનુસાર અર્થતંત્ર આ વર્ષે ૪ ટકાના દરે અને ૨૦૨૨માં ૭.૩ ટકા તેમજ તે પછીના વર્ષોમાં ૨૦૨૫ સુધીમાં અનુક્રમે ૧.૭ ટકા, ૧.૬ ટકા અને ૧.૭ ટકાના દરે વૃદ્ધિ પામશે.

• બેરોજગારી ૬.૫ ટકાના શિખરે પહોંચશે જે જુલાઈ ૨૦૨૦ની ૧૧.૯ ટકાની ધારણા કરતાં ઓછી છે એટલે કે ૧.૮ મિલિયન ઓછાં લોકો બેરોજગાર થશે.

• વર્તમાન ૮૦ ટકા વેતનદર સાથેની ફર્લો સ્કીમ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી લંબાવાઈ

• એમ્પ્લોયર્સને જુલાઈમાં ૧૦ ટકા તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ૨૦ ટકાનો ફાળો ચૂકવવા જણાવાયું છે.

• સેલ્ફ એમ્પ્લોઈડ (સ્વરેજગારી) લોકો માટે સપોર્ટની યોજના પણ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચાલુ રહેશે.

• યુનિવર્સલ ક્રેડિટમાં સાપ્તાહિક ૨૦ પાઉન્ડનો વધારો વધુ છ મહિના અમલમાં રહેશે.

• એમ્પ્લોયર્સ માટે એપ્રેન્ટિસ ગ્રાન્ટ બમણી કરીને ૩,૦૦૦ પાઉન્ડ કરાશે. ‘પ્લાન ફોર જોબ’ અંતર્ગત વધુ ૪૦,૦૦૦ ટ્રેઈનીશિપ માટે ૧૨૬ મિલિયન પાઉન્ડની ફાળવણી

• બિઝનેસીસ માટે રીસ્ટાર્ટ ગ્રાન્ટ્સ માટે ૫ બિલિયન પાઉન્ડનું ભંડોળ. રીટેઈલર્સને એપ્રિલ મહિનાથી એક સાઈટદીઠ ૬,૦૦૦ પાઉન્ડ સુધી મળી શકશે. હોસ્પિટાલિટી અને લેઈઝર બિઝનેસીસ પાછળથી ખુલશે અને તેઓ ૧૮,૦૦૦ પાઉન્ડ સુધીનો ક્લેઈમ કરી શકશે.

• બિઝનેસીસ માટે ૨૫,૦૦૦થી ૧૦ મિલિયન પાઉન્ડ વચ્ચેની નવી રિકવરી લોન, સરકાર દ્વારા ૮૦ ટકાની ગેરન્ટી અપાશે.

• બિઝનેસ રેટ હોલીડે જૂન મહિના સુધી અમલી રહેશે ને તે પછી ૨૦૨૧-૨૨ નાણાકીય વર્ષના બાકીના ૯ મહિના માટે ડિસ્કાઉન્ટ લાગુ કરાશે.

• હોસ્પિટાલિટી સેક્ટર માટે ૫ ટકા VAT દર સપ્ટેમ્બર સુધી લંબાવાયો છે. આ પછી એપ્રિલ ૨૦૨૨ સુધી ૧૨.૫ ટકાનો દર રહેશે અને તે પછી મૂળ ૨૦ ટકાનો દર લાગુ કરાશે.

• સ્ટેમ્પ ડ્યૂટી હોલીડે ૫૦૦,૦૦૦ પાઉન્ડ સુધીના મૂલ્યના મકાનો માટે જૂન સુધી લંબાવાઈ છે અને તબક્કાવાર પાછી ખેંચાશે.

• મકાનોના વેચાણને ઉત્તેજન આપવા ૫ ટકાની ડિપોઝીટ આપી શકનારા ખરીદારો માટે મોર્ગેજ ગેરન્ટી સ્કીમ લાગુ કરાશે.

• યુકેના કુલ જાહેર ખર્ચનું બિલ ૪૦૭ બિલિયન પાઉન્ડ અંદાજાયું છે.

• યુકેએ GDPના ૧૭ ટકા એટલે કે ૩૫૫ બિલિયન પાઉન્ડનું કરજ લીધું છે જે બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી વધારે છે.

• ઈન્કમ ટેક્સ, VAT અથવા નેશનલ ઈન્સ્યુરન્સમાં કોઈ વધારો કરાયો નથી.

• કરમુક્ત આવકની મર્યાદા આગામી વર્ષે વધીને ૧૨,૭૫૦ પાઉન્ડ થશે અને તે પછી ૨૦૨૬ સુધી યથાવત રહેશે.

• કરના ઉચ્ચ દરની મર્યાદા આગામી વર્ષે વધીને ૫૦,૨૭૦ પાઉન્ડ થશે અને તે પછી ૨૦૨૬ સુધી યથાવત રહેશે.

• કોર્પોરેશન ટેક્સ ૨૦૨૩માં વધારીને ૨૫ ટકાએ લઈ જવાશે.

• નાના બિઝનેસીસ માટે ૧૯ ટકાનો સ્મોલ પ્રોફિટ રેટ (SPR) નિર્ધારિત કરાયો છે.

• ઈન્હેરિટેન્સ ટેક્સની નીચલી મર્યાદા, પેન્શન્સ લાઈફટાઈમ એલાવન્સ અને કેપિટલ ગેઈન્સ ટેક્સમાં વાર્ષિક માફીની રકમ વર્તમાન સ્તરે એપ્રિલ ૨૦૨૬ સુધી જાળવી રખાશે.

• આલ્કોહોલ ડ્યૂટી સ્થગિત કરાઈ છે.

• ફ્યૂલ ડ્યૂટી પણ ૫૮ પેન્સ  પ્રતિ લિટરની કિંમતે સ્થગિત કરાઈ છે. વડા પ્રધાન જ્હોન્સને તત્કાળ ૫ પેન્સ ભાવ વધારવાના પગલાં પર મનાઈ ફરમાવી હતી.

• સુનાકે જણાવ્યું છે કે આગામી બે વર્ષમાં કંપનીઓ દ્વારા ટેક્સ સામે કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના ૧૩૦ ટકા સરભર કરવાના ૨૫ બિલિયન પાઉન્ડના ‘સુપર ડિડક્શન’થી ઈન્વેસ્ટમેન્ટ્સમાં ૧૦ ટકા અથવા વાર્ષિક ૨૫ બિલિયન પાઉન્ડની વૃદ્ધિ થશે.

• ચાન્સેલરે સરકારના કલ્ચર રિકવરી ફંડમાં ૩૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી જાહેર કરી છે. આ સાથે કુલ ભંડોળ ૧.૮૭ બિલિયન પાઉન્ડ થશે.

• નાના બિઝનેસીસના વિકાસ તેમજ દેશની ટોપ બિઝનેસ સ્કૂલ્સ પાસેથી સહાય મળે તે માટે નવી ૫૨૦ મિલિયન પાઉન્ડની યોજના

• લગભગ ૫ બિલિયન પાઉન્ડના ફર્લો ફ્રોડનો સામનો કરવા ૧૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચે નવું ટાસ્ક ફોર્સ રચાશે.

• ચાન્સેલરે ડોમેસ્ટિક વાયોલન્સ પ્રોગ્રામ્સ માટે વધારાના ૧૯ મિલિયન પાઉન્ડ જાહેર કર્યા છે.

• થાલીડોમાઈડ સ્કેન્ડલમાં બચી જનારા યુકેના ૪૦૦થી વધુ અસરગ્રસ્ત લોકોને આજીવન સપોર્ટ કરવાના ફંડને કાયમી ગેરંટી મળશે જેની શરુઆત ૪૦ મિલિયન પાઉન્ડથી કરાઈ છે. આ ગ્રાન્ટ એપ્રિલ ૨૦૨૩ સુધી ચાલવાની હતી જેને હવે કાયમી બનાવાઈ છે.

માનસિક આરોગ્યની જરુરિયાત ધરાવતા પીઢ સૈનિકોને સપોર્ટ કરવા વધુ ૧૦ મિલિયન પાઉન્ડની ફાળવણી

•  ઈન્વેસ્ટમેન્ટ્સને વેગ આપવા લીડ્ઝમાં ૧૨ બિલિયન પાઉન્ડની મૂડી અને ૧૦ બ્લિયન પાઉન્ડની સરકારી ગેરન્ટી લાથે નવી યુકે ઈન્ફ્રાસ્ટ્રકચર બેન્કની સ્થાપના કરાશે.

•  આઠ નવા ફ્રી પોર્ટ્સ ઈસ્ટ મિડલેન્ડ્સ એરપોર્ટ, લિવરપૂલ, ફેલિક્સસ્ટોવે, પ્લીમથ, થેમ્સ, ટીસ્સાઈડ, હમ્બર અને સોલેન્ડમાં સ્થપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter