અર્લ સ્પેન્સરનું પ્રિન્સેસ ડાયના પર નવું પુસ્તકઃ 10 મુખ્ય દાવા

Tuesday 22nd September 2026 10:33 EDT
 
 

1. ડાયનાના મૃત્યુથી ચાર્લ્સ ‘ઉત્સાહિત’ હતા

સ્પેન્સરે દાવો કર્યો હતો કે ડાયનાના મૃત્યુના સમાચાર મળ્યા પછી તેમને ચાર્લ્સનો ફોન આવ્યો હતો, જેમાં તેમનો અવાજ અસાધારણ રીતે ઉત્સાહિત જણાતો હતો. મને અન્ય ફોન કરનારાઓ આઘાતમાં હતા અને દિલસોજી પાઠવવામાં પણ સમર્થ નહોતા. પરંતુ ચાર્લ્સનો અવાજ લોટરી જીતનાર વ્યક્તિ જેવો ઉલ્લાસિત હતો. ચાર્લ્સે ખૂબ જ સામાન્ય બાબત હોય તેમ બાલમોરલમાં વિલિયમ અને હેરીને તેમની માતાના મૃત્યુના સમાચાર આપ્યા હોવાનું જણાવ્યું હતું.

2. ક્વીનની ડાયનાનો ઇલકાબ પાછો આપવાની ઓફર

સ્પેન્સરનો દાવો છે કે ક્વીન એલિઝાબેથે ડાયનાની અંતિમયાત્રાના દિવસે તેમનું રોયલ ટાઇટલ  પુનઃસ્થાપિત કરવાની ઓફર કરી હતી. ચાર્લ્સ સાથેના છૂટાછેડા પછી ડાયનાએ હર રોયલ હાઇનેસનો ઇલકાબ ગુમાવ્યો હતો. સ્પેન્સરે આ ઓફરને દિલસોજીનું ઇનામ ગણાવીને ફગાવી દીધી હતી.

3. અંતિમયાત્રા દરમિયાન ચાર્લ્સ ગુસ્સે ભરાયા હતા

અંતિમયાત્રા દરમિયાન પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી તેમની માતાની શબપેટી પાછળ ચાલ્યા હતા. સ્પેન્સરે દાવો કર્યો હતો કે તેમણે સગીર વયના ભત્રીજાઓને અંતિમયાત્રામાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો જેના કારણે ચાર્લ્સ તેમની સાથે ઉગ્ર વાદવિવાદમાં ઉતરી પડ્યા હતા.

4. ચાર્લ્સે કહ્યું હતું કે, અમે તેને ટૂંક સમયમાં ભૂલી જઈશું

ચાર્લ્સ સાથેના તે જ વિવાદનો ઉલ્લેખ કરતા સ્પેન્સરે લખ્યું છે કે, ચાર્લ્સે ફોન પર ડાયના પ્રત્યેનો અનાદર વ્યક્ત કરતા કહ્યું હતું, ચિંતા ન કરો, અમે તેને ટૂંક સમયમાં ભૂલી જઈશું!

5. પેલેસે અંતિમ સંસ્કારના આયોજનમાંથી અમારા પરિવારને અલગ રાખ્યો

સ્પેન્સરે આક્ષેપ કર્યો હતો કે બકિંગહામ પેલેસ અને ચાર્લ્સના કાર્યાલયે ડાયનાના અંતિમ સંસ્કારનું સંપૂર્ણ નિયંત્રણ લઈ લીધું હતું અને રાજવી નિર્ણયો સામે તેમના પરિવારની લાગણીઓની અવગણના કરવામાં આવી હતી.

6. લગ્ન પહેલાં ચાર્લ્સે ડાયનાને કહ્યું હતું કે તેઓ તેને પ્રેમ નથી કરતા

સ્પેન્સરે દાવો કર્યો હતો કે લગ્નની પૂર્વસંધ્યાએ ચાર્લ્સે ડાયનાને સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ તેની સાથે લગ્ન કરવા તૈયાર છે પરંતુ તેને પ્રેમ કરતા નથી.

7. ડાયનાએ સગાઈ તોડવાનો પ્રયાસ કર્યો હતો

સગાઈના એક મહિના પછી ચાર્લ્સે કેમિલા માટે ખરીદેલી બ્રેસલેટ મળી આવ્યા બાદ ડાયના માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને તેમણે લગ્ન રદ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેમના પિતાએ તેમને રોક્યા હતા.

8. ચબ્બી ટિપ્પણીથી ડાયના ભાંગી પડ્યા હતા

સગાઈના થોડા દિવસો પછી ચાર્લ્સે ડાયનાની કમર દબાવીને અહીં થોડા જાડા છીએ, નહીં? તેવી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ ડાયના ઈટીંગ ડિસઓર્ડરનો ભોગ બન્યા હતા.

9. ડાયનાએ આત્મહત્યાનો વિચાર કર્યો હતો

લગ્નજીવનમાં તણાવ વધતાં ડાયના અવારનવાર વિસ્ફોટક ગુસ્સો વ્યક્ત કરતા હતા અને તેમણે બીચી હેડ ખાતે જઈને આત્મહત્યા કરવાનો વિચાર પણ કર્યો હતો પરંતુ પોતાના પુત્રોના પ્રેમ કારણે તેમણે પગલું ન ભર્યું.

10. ચાર્લ્સ પોતાના વેલેટના પ્રેમમાં હતા

સ્પેન્સરે યાદ કર્યું હતું કે, ડાયનાએ તેમને છૂટાછેડા લેવાના નિર્ણય વિશે જણાવતા કહ્યું હતું, મારો પતિ તેના વેલેટના પ્રેમમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter