લંડનઃ પ્રિન્સેસ ડાયેનાના 60 વર્ષીય ભાઈ અર્લ ચાર્લ્સ સ્પેન્સરે ઈમેઈલથી ટેક્સ્ટ મેસેજ મોકલી પત્ની કારેન સ્પેન્સર સાથે 13 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હોવાનું હાઈ કોર્ટના દસ્તાવેજોથી ફલિત થાય છે. અર્લ સ્પેન્સર લાંબા સમયથી પ્રોફેસર કેટરિન જારમાન સાથે એફેર ધરાવતા હોવાનો આક્ષેપ 52 વર્ષીય કાઉન્ટેસ સ્પેન્સરે કર્યો છે.
અર્લ સ્પેન્સરે 2024ની શરૂઆતમાં જ 42 વર્ષની કેટરિન જારમાન સાથે સંબંધોનો સ્વીકાર કર્યો હતો. સ્પેન્સરની ત્રીજી પત્ની કાઉન્ટેસે ઈમેઈલ પાઠવી તેમના પતિ સાથેના સંબંધો વિશે જારમાન સામે કેટલાક આક્ષેપો લગાવ્યાં હતાં. કાઉન્ટેસના આક્ષેપોથી ભારે વ્યથા અને ક્ષોભ થયો હોવાના દાવા સાથે જારમાને ઓક્ટોબરમાં હાઈ કોર્ટમાં કાનૂની દાવો કરેલો છે. જોકે, દાવો હજુ ટ્રાયલ માટે આવ્યો નથી.

