લંડનઃ વીતેલા સપ્તાહમાં વિશ્વે 2026ના નવા વર્ષમાં પદાર્પણ કર્યું. 2025ના વર્ષને એકંદરે અંધાધૂંધીભર્યું વર્ષ ગણી શકાય જેમાં આપણે યુદ્ધો, પર્યાવરણમાં બદલાવો, ટેરિફ વૉર, વધેલી નફરતના સાક્ષી બની રહ્યાં. નવા વર્ષમાં આશા રાખીએ કે વિશ્વમાં શાંતિ સ્થપાય. 2026નું વર્ષ વીતેલા વર્ષના તમામ દુઃખદ ઘા ભરે એજ અભ્યર્થના.


