લિવરપૂલઃ બ્રિટિશ એમ્પાયરની હેવાનિયતના વિરોધમાં લિવરપૂલ ક્લબના પ્રથમ અશ્વેત ફૂટબોલર ૫૮ વર્ષીય હોવાર્ડ ગાયલે તેના MBE નોમિનેશનને ફગાવી દીધું હતું. ગાયલે MBEને નકારતા કહ્યું હતું કે તે સંસ્થાનવાદના પરિણામે મોતને ભેટેલા અથવા અત્યાચાર સહન કરનારા આફ્રિકનોની છેતરપિંડી ગણાશે.
અશ્વેત ફૂટબોલરે ફેસબૂક પર નિર્ણય જાહેર કરતા કહ્યું હતું કે,‘મારે આ નિર્ણય લેવો જ પડે. અન્ય લોકો કશું અલગ વિચારતા હોય અને તેમને મેમ્બર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર બનવાનું અને તેમના નામ પાછળ આ ત્રણ અક્ષર MBE મૂકવાનું આકર્ષણ પણ હોઈ શકે. પરંતુ, મને લાગે છે કે આ એમ્પાયરના કારણે જેમણે જિંદગીઓ ગુમાવી છે અથવા સહન કર્યું છે તેવા તમામ આફ્રિકનો સાથે છેતરપિંડી કરી ગણાશે.’
હોવાર્ડ ગાયલે ૧૯૭૭માં લિવરપૂલ ક્લબમાં જોડાવા માટે સહી કરી તેને લિવરપૂલની અશ્વેત કોમ્યુનિટી માટે વિજય તરીકે ઉજવણી કરાઈ હતી.


