લંડનઃ બિલિયોનેર ઈસા બંધુઓ અને TDR દ્વારા અસડા હસ્તગત કરાતા પેટ્રોલના ભાવ વધી જશે તેવી ચેતવણી કોમ્પિટિશન વોચડોગે આપી હતી.
કોમ્પિટિશનએન્ડ માર્કેટ્સ ઓથોરિટી ((CMA) એ જણાવ્યું હતું કે સુપરમાર્કેટના વેચાણથી યુકેના કેટલાંક ભાગોમાં સ્થાનિક સ્પર્ધાની બાબતે કારમાલિકોમાં કારની ટેન્ક ભરાવવા માટે વધુ નાણાં ચૂકવવા પડશે તેવી ચિંતા વધી છે.
અસડા ૩૨૩ પેટ્રોલ સ્ટેશનનું સંચાલન કરે છે, જ્યારે ઈસાબંધુ અને TDRની માલિકીનું EG ગ્રૂપ યુકેમાં ૩૯૫ પેટ્રોલ સ્ટેશન ચલાવે છે.
વિશ્લેષકોનું માનવું છે કે આમાંથી કેટલીક સાઈટ વેચાઈ જશે, તેનાથી એ નિશ્ચિત થશે કે કોમ્પિટિશન ઓથોરિટીએ આ ટેકઓવરને મંજૂરી આપી છે.